SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! સભા : શું આપણા શાસ્ત્રોમાં પર્વતિથિની પણ ક્ષયવૃદ્ધિ આવે એવું બતાવ્યું છે ? હા ! આપણાં એક નહિ પણ અનેક શાસ્ત્રોમાં પર્વ અને અપર્વ સર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિનાં અનેક વિધાનો છે અને જે આજે પણ તમે વાંચીને જાણી શકો છો ? 56 ૧ - પરમપવિત્ર એવા કલ્પસૂત્રની ઘણીખરી ટીકાઓમાં ‘બે ચૌદશ આવે ત્યારે પહેલી ચૌદશને પ્રમાણ ન ગણતાં બીજી ચૌદશને પ્રમાણ ગણીએ છીએ,’ એવા સ્પષ્ટ ઉલ્લેખો છે. એ જ રીતે જૈનાગમોમાં પાંચ વર્ષના યુગમાં અલગ અલગ માસની અલગ અલગ તિથિઓ થઈને પર્વ-અપર્વ એવી વદ એકમથી લઈ અમાસ સુધીની અને સુદ એકમથી લઈ પૂનમ સુધીની ત્રીશે ત્રીશ તિથિઓનો ચોક્કસ ક્રમથી ક્ષય આવે એવા પણ સ્પષ્ટ ઉલ્લેખો છે. એની સામે કહું તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થઈ જ ન શકે - એવો કોઈ ઉલ્લેખ કોઈપણ શાસ્ત્રોમાં આવતો નથી. આગળ વધીને હીરપ્રશ્નોત્તર, સેનપ્રશ્નોત્તર વગેરે ગ્રંથોમાં ચોક્કસ એવી પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે તેને લગતી આરાધના ક્યારે અને કેવી રીતે કરવી, એવા પ્રશ્નોના વિગતવાર ઉત્તરો અપાયા છે. તેમાં પણ ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે જ નહિ,' એવો કોઈ ઉત્તર અપાયો નથી, પણ તે ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિના પ્રસંગે ક્યારે અને કેવી રીતે આરાધના કરવી ?’ એવા ઉત્તરો અપાયા છે. 76 સભા : આ બધું બહાર મૂકાય તો ઘણો લાભ થાય. આ બધું અનેકવાર પ્રકાશિત થઈ ચૂક્યું છે. માત્ર તમારે એને વાંચવાની અને સમજવાની જરૂર છે. Jain Education International સભા: પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે એ તો માની લઈએ પણ તે વખતે પર્વતિથિની ક્ષયવૃદ્ધિના બદલે અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરીએ તો ચાલે કે નહિ. જો આકાશમાં વર્તતા ગ્રહોને ફેરવવાની અને તમારી મરજી મુજબ ગોઠવવાની તમારામાં તાકાત હોય તો તમે તેમ પણ કરી શકો. બાકી આકાશમાં વર્તતા ગ્રહચાર મુજબ જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તેના બદલે કાગળમાં તમે અન્ય તિથિની ક્ષયવૃદ્ધિ લખો કે બોલો એ તો મૃષાલેખન થયું. શાસ્ત્રીય વિષયોમાં મૃષાલેખન કે મૃષાભાષણ કરવું એ ઉત્સૂત્ર કહેવાય છે, ન હોય તેવું લખાય કે બોલાય શી રીતે ? અને જે હોય તેના બદલે બીજું જ લખવું કે બોલવું તે યથાર્થવાદી એવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy