________________
૪૦
- ૧ - આગમ જાણો ! – એ જ “સંબોધ પ્રકરણમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ખૂબ જ સુંદર શબ્દોમાં આ વાત રજુ કરી છે.
'जह बालो जपंतो, कजमकजं च उजुयं भणइ ।
તં તદ શાસ્ત્રો, માથામણમુળ જ !' જેમ બાળક બોલતાં બોલતાં કાર્ય-અનાર્ય બધું જ સરળતાથી કહે છે તેમ આલોચના કરનારે માયા અને માનનો ત્યાગ કરીને જેવું બન્યું હોય તેવું ગુરુ આગળ
પ્રકાશવું જોઈએ.' પછી ગુરુભગવંત જે રીતે પ્રાયશ્ચિત્ત આપે તેને તે જ સ્વરૂપે કરવું જોઈએ. જો આમ થાય તો જ પાપની શુદ્ધિ થાય. ગુરુભગવંત ૨૦૦ બિયાસણી કરવાનું કહે અને તમે વિચારો કે રપ-ઉપવાસ કરીને વાળી દઉં, તો ગુરુભગવંતની રજા વિના તેમ કરવું ઉચિત નથી. કારણ કે, તમે ૨૦૦ દિવસ માટે બંધાયેલા રહો. તે માટે જો ગુરુ ભગવંતે ૨૦૦ બિયાસણાં આપ્યાં હોય અને તમે ઉપવાસ કરીને ૨૫ દિવસ પછી છૂટી જાઓ. બાકીના ૧૭૫ દિવસ છૂટા રહી, રાત્રિભોજન કરો. હોટલોમાં ખાવા-પીવાનું થાય, તે બધી કુટેવો છૂટે. આ ગણિત ગણીને બિયાસણાં આપેલ હોય અને તમે બારોબાર છૂટી જાવ તે ન ચાલે.
સભા : આલોચના બોલીને લેવી કે લખીને આપે તો ચાલે ?
પહેલા નંબરે ગુરુ પાસે બોલીને જ આલોચના કરવાની છે, તે શક્ય ન બને તો જ લખી આપી આલોચના લેવાની છે.
બોલીને આલોચના લેવાય તો આપણા ભાવને ગુરુ વધુ સારી રીતે પારખી શકે. લાગે કે ક્યાંકમાયા છે, તો એને કઢાવી શકે, ને સાચી આલોચના આપી શકે.
વીતરાગના શાસનના આવા ગુરુ એ સગી મા જેવા છે, એમના ભાવોમાં કોઈ ફરક નહિ પડે. પહેલાં અને પછી. તમારાં એ પાપો એ બીજા કોઈને તો નહીં કહે, એ પોતાને પણ નહીં કહે. જૈનશાસનની આ ઉત્તમ મર્યાદા છે. - મારે વિશુદ્ધ થવું છે. કલ્યાણ કરવું છે, મારે મારા આત્માનું ઉત્થાન કરવું છે
અને એ માટે મારે ભગવાન સૂત્રકૃતાંગને સાંભળવું છે અને એ પણ વિધિ મુજબ જ સાંભળવું છે, એવો તમારો ભાવ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org