SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! આવા લોકોએ અહીં પૂછવા જ ન આવવું. આવા લોકો સગ્ગા ભાઈને રૂપિયા ધીરવાનાં હોય તો ય ન આપે ! ત્યાં સગાવાદ ન લાવે. કોઈ કહે તો બોલે કે - ૨૫૦ ‘આહારે વ્યવહારે તુ, ત્યજ્ઞ: સુઘી મવેત્ ।' સંસાર, ધન-દોલતની લેવડ-દેવડની બાબતમાં ઉઘાડે છોગ કહે કે - ‘સગ્ગા બાપની ય સાડાબારી ન રાખું' અને ધર્મની વાતમાં સગાવાદ લાવે.' અમે બોલીએ છીએ એનાં પ્રત્યાઘાતો તમે કેવા પાડો છો, તે અમને ખબર છે માટે જ અમે તોળી-તોળીને બોલીએ છીએ. જે વાત થાય છે તેને સમજવાની કોશિશ કરજો. 250 આ કોઈનાં પણ પ્રત્યે અભાવ-દુર્ભાવની, નિંદા-ટીકાની કે નબળી નજરે જોવાની વાત નથી, આપણી પોતાની જાતને દુરાચારથી બચાવવા માટેની વાત છે. નિયમ છે કે ‘જેવો સંગ તેવો રંગ' પરમાત્મા તમને, અમને સૌને ચેતવે છે. પ્રભુ કહે છે કે ‘જો તમે દુઃશીલ આત્માના સંસર્ગમાં ગયા તો એના સંસર્ગથી ધીરે ધીરે તમે પણ પાસસ્થા થશો, ઓસન્ના થશો, કુશીલીયા થશો, સંસક્તા થશો અને યથાછંદા થશો. તેવું ન થાય એ માટે આ સાવચેતીનો સૂર છે. આપણા રક્ષણ માટેની આ વાતો છે. પ્રભુએ આપણા રક્ષણ માટે કહેલી અને પ્રભુના શાસ્ત્રાધારે ધર્મોપદેશક દ્વારા સમભાવે નિરૂપેલી આ વાતોને રાગ-દ્વેષની શૈલીમાં ખતવવી આ વીતરાગનાં શાસનની મર્યાદા નથી. કહેવામાં ય વિવેક જોઈએ, સાંભળવામાં ય વિવેક જોઈએ : દશ વર્ષનું છોકરું, પાઠશાળામાં ભણતું હોય, ‘ચાર પ્રકરણ ને ત્રણ ભાષ્ય ભણ્યું હોય. તેને ગળથૂથીમાં જ આ સંસ્કાર મળ્યા હોય છે. પાંચ વંદનીક કોને કહેવાય ? પાંચ અવંદનીક કોને કહેવાય ? તે સમજણ તેને હોય છે. તમે એટલું ભણ્યા હોત તો તમને પણ એની સમજણ હોત. વંદન જેમ તરવા માટે કરવાનાં છે, તેમ અવંદન પણ તરવા માટે કરવાનાં છે. સભા : વિનય કરવાથી નુકસાન કઈ રીતે ? વિનયવાદી એકાંતવાદી હોય છે, એની સજ્જડ અને જડ માન્યતા એક જ હોય છે કે – માત્ર વિનય કરવાથી જ મોક્ષ મળે. મોક્ષ મેળવવા ‘વિનય’ સિવાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy