SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ 88 ૧ - આગમ જાણો ! – એટલે સામાચારીમાં પણ કેટલીક આરાધના પરિવર્તનશીલ છે અને કેટલીક આરાધના અપરિવર્તનશીલ છે. જ્યારે સિદ્ધાંત અપરિવર્તનશીલ છે. એમાં પરિવર્તન ન ચાલે. માટે હવે તમને બરાબર સમજાયું હશે કે તિથિદિન તે સિદ્ધાંત છે અને તિથિદિનની આરાધના એ સામાચારી છે. સભા : જો તિથિદિનમાં ફેરફાર ન કરી શકાય તો પૂજ્ય કાલિસૂરિજી મહારાજે ભાદરવા સુદ-પાંચમની ચોથ કરીને તિથિ ફેરફાર કેમ કર્યો ? મને આનંદ છે કે તમે પ્રશ્ન કરો છો ! તમને જાણવાની જિજ્ઞાસા છે, પણ સાચુ લાગ્યા બાદ તમે તેને વળગી રહેશો ? જો નવપૂર્વધર, યુગપ્રધાન, આગમવ્યવહારી પૂ. આ. શ્રી કાલિકસૂરિજી મહારાજે પાંચમની ચોથ કરી હોત તો આજે સંવત્સરી કાયમની પાંચમની જ હોત. તેમણે પાંચમને પાંચમ જ રાખીને ચોથને ચોથ જ રાખી છે. “તિથિને તેમની તેમ જ રાખી છે, પણ “સંવત્સરી” જે પાંચમની હતી તેને ચોથમાં લઈ ગયા. તિથિનો ફેરફાર કર્યો નથી, પણ સંવત્સરી પર્વનો ફેરફાર કર્યો છે. તિથિનો ફેરફાર કર્યો ત્યારે કહેવાય કે “જો ચોથને પાંચમ કરી ચોથે સંવત્સરી કરી હોત તો, પરંતુ તેઓશ્રીએ ચોથને પાંચમ કહી પણ નથી કે માની પણ નથી, ચોથને ચોથ અને પાંચમને પાંચમ જ માની છે અને કહી છે પણ સંવત્સરીની આરાધના જે પાંચમે થતી હતી, તેને ચોથમાં લઈ ગયા. ' તિથિનું પરિવર્તન કરવું - એ સૈદ્ધાંતિક પરિવર્તન હતું, તેમ કરવું તે મૃષાવાદ હતો અને અધિકાર બહારની પ્રવૃત્તિ હતી. જ્યારે સંવત્સરી પરિવર્તન એ સામાચારીનું પરિવર્તન હતું અને તેને શાસ્ત્રીય મર્યાદામાં રહીને કરવું તે તેમના અધિકારમાં હતું. માટે જ તેમણે કર્યું છે. આજે કયો વાર?મંગળવાર. એના બદલે સોમવારકે બુધવાર કહીએ તો ચાલે? અત્યારે કેટલા વાગ્યા ? ૧૦. તેને બદલે ૯ કે ૧૧ કહો તો ચાલે ? અત્યારે કઈ ઋતુ? ચોમાસું. વરસાદ નથી તો પણ ચોમાસું જ કહેવું પડે ? જેમ વર્ષ-ઋતુ-પક્ષ-વાર જે હોય તે જ બોલાય-મનાય તેમ તિથિ પણ જે હોય તે જ બોલાય-મનાય ? એમાં ગોટાળો ન વળાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy