SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ - ૧ - આગમ જાણો ! - 166 કરવામાં જેને અવરોધરૂપ ન બને છે. જેનામાં સમઇસમાનદૃષ્ટિ નથી, તે આના માટે અધિકારી નથી. સમદષ્ટિવાળો જ શાસ્ત્ર શ્રવણ માટે અધિકારી છે. આજે તો પીરસવા ઉભો થયો હોય તો પણ પુત્ર કે પત્ની કઈ લાઈનમાં છે તે જુવે ! અને તે ત્યાં જ પીરસવા જાય. આખી લાઈનમાં પીરસે તો પણ સ્વજન અને પરજનનો ભેદ કરે. એની શૈલી જ આખી બદલાઈ જાય. મહારાજ સાહેબને વહોરાવા આવે તેમાં પણ ક્યા ઓળખીતા ને કયા વણઓળખ્યા છે તે શોધે ! બંનેને વહોરાવવામાં પણ શૈલી બદલાઈ જાય. જેણે આ આગમ શાસ્ત્રોનું અધ્યયન કરવું હોય, તે દરેક વિષયમાં તુલા સમાન મધ્યસ્થવૃત્તિવાળો હોવો જોઈએ. તેની ચિત્તવૃત્તિ દરેક વિષયમાં સમતોલ જોઈએ. ૧૪ - મિત્રો - સમિત : સમ્યફ પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. રત્નત્રયીની સાધનામાં ઉપકારક બને તેવી જિનાજ્ઞાનુસાર પ્રવૃત્તિને સમ્યફ પ્રવૃત્તિ કહેવાય છે. જેના જીવનમાં આવી સમિતિનું સમ્યક્ પાલન હોય તે જ આગમના અધ્યયન માટે અધિકારી બની શકે. ઈર્યાસમિતિ-૧, ભાષાસમિતિ-૨, એષણાસમિતિ-૩, આદાનભંડમત્તનિખેવણા સમિતિ-૪ અને પારિષ્ઠાપનિકા સમિતિ - એમ કુલ પાંચ સમિતિ છે. - ઈર્યાસમિતિ- જવું, આવવું વગેરે હલન-ચલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. - ભાષાસમિતિ - બોલવાના વ્યવહાર સાથે સંકળાયેલ છે. - એષણાસમિતિ - આહારાદિ સંયમ સાધન સામગ્રીને મેળવવા માટેના અને તેને મેળવ્યા પછી એનો ઉપયોગ કરવા માટેના વ્યવહાર સાથે સંકળાયેલી છે. - આદાનભંડમત્ત નિફખેવણા સમિતિ - સંયમ સાધનાનાં નાના-મોટા ઉપકરણો લેવા-મૂકવા અંગેના વ્યવહાર સાથે સંકળાયેલી છે. - પારિષ્ઠાપનિકાસમિતિ - શરીરના દરેક પ્રકારના મળોનો ત્યાગ ક્યાં, કઈ રીતે, કેવા સંયોગમાં કરવો - ન કરવો - તે માટેના વ્યવહાર સાથે સંકળાયેલી છે. આ સમિતિઓનું સ્વરૂપ દર્શાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે – “જે માર્ગ ઉપર સૂર્યનાં કિરણો પડ્યાં હોય અને જેના ઉપર લોકોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy