SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ – ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે -8 - 167 ગમનાગમન કર્યું હોય તેવા માર્ગ ઉપર જીવરક્ષા માટે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિ' છે.” “પાપના ત્યાગપૂર્વક, સર્વજનને હિતકારી થાય તે રીતે અલ્પવચનો બોલવાં તેને “ભાષા સમિતિ' કહેવાય છે. જે શ્રમણોને પ્રિય છે.” ભિક્ષાના બેતાળીસ દોષથી રહિત એવા અન્ન (વગેરે)ને મુનિ જે ગ્રહણ કરે છે તેને “એષણા સમિતિ' કહેવાય છે.” “આસન વગેરે ઉપકરણોને સારી રીતે જોઈને અને પ્રયત્નપૂર્વક એનું પડિલેહણ કરીને લેવા-મૂકવાં તે “આદાન-સમિતિ” (આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ) કહેવાય છે.” “જીવરહિત પૃથ્વી ઉપર કફ-મૂત્ર-મળ વગેરે ત્યાજ્ય પદાર્થોના કાળજીપૂર્વક ત્યાગ-વિસર્જન કરવાં તેને “ઉત્સર્ગ સમિતિ (પારિષ્ઠાપનિકા સમિતિ) કહેવાય છે.” - આ પાંચેય સમિતિનું જે સમ્ય રીતે પાલન કરે તે સમિતિપાલક કહેવાય અને તે જ આગમ અધ્યયન માટે અધિકારી બની શકે. રાજકુળમાં પાંચ ધાવમાતા : જિનરાજકુળમાં આઠ પ્રવચનમાતા : ભૂતકાળમાં રાજકુળમાં જન્મેલાઓને કે શ્રીમંત કુળનાં નબીરાઓને ઉછેરવા પાંચ ધાવમાતાઓ રહેતી. આ વિતરાગનું શાસન અદકેરું રાજકુટુંબ છે, તેના શરણે આવેલા વિરતિધર સંતાનને ઉછેરવા આઠ-આઠ માતાઓ રાખી છે. જેનું આઠ-આઠ માતાઓ જતન-પાલન, પોષણ કરે તે બાળકનો ઉછેર કેવો થાય? તેનો સંસ્કારવારસો કેવો હોય ? તેનું ઘડતર કેવું હોય? તેનું જીવન કેવું હોય? તેની જીવનશૈલી કેવી હોય ? વિરમગામ પાસેના પાટડી ગામમાં પરમ શ્રદ્ધેય ગુરુદેવ બિમાર પડ્યા ને ગુરુદેવને ઉપમિતિનું શ્રવણ કરાવવાનું થયું. તે વખતે આઠ માતાઓનું વર્ણન સંભળાવ્યું. તે સાંભળતી વખતે ગુરુદેવના ચહેરા ઉપર જે આનંદની ઉર્મિઓ હતી, હૈયામાં જે ભાવો ઉભરાતા હતા અને આંખો દ્વારા જે ભાવો વંચાતા હતા, તે કાંઈક અદ્ભુત હતા. તેમણે કહ્યું કે, “એક-એક સાધુ જો આ આઠ પ્રવચનમાતાનાં શ્લોકો કંઠસ્થ કરે, આત્મસાત્ કરે અને જીવનમાં અપનાવવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy