SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ – ૧૦ આપ્ત કહે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 211 પ્રકરણો છે. તેમાંનું ચોથું પ્રકરણ “જિનમહત્વ બત્રીશી' નામનું છે. તેમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ પ્રભુને ઉદ્દેશીને કહ્યું છે કે, ‘વપ્રત્રય-ધ્વનચ્છત્ર--ચાકરસમાં विभुक्तं न विभोस्तादृङ्मायाविष्वपि सम्भवात् ।।१।। स्वामिनो वचनं यत्तु, संवादि न्यायसङ्गतम् । कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद्यदभ्यधुः ।।२।। पक्षपातो न मे वीरे, न द्वेष: कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।३।।' "ત્રણ ગઢ, ઈંદ્ર ધ્વજ, છત્રત્રય, ઘર્મચક્ર અને ચામરાદિની સંપદાથી ભગવાન્ મહાન છે એમ નથી. કારણ કે તેવા પ્રકારનું મહત્વ તો માયાવી-ઈન્દ્રજાલિકોને વિષે પણ સંભવે છે. કિન્તુ કુતર્કરૂપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાજ સંવાદિ (સમર્થ પ્રવૃત્તિજનક) અને ન્યાયસંગત (સ્યાદ્વાદ મુદ્રાથી અંકિત) શ્રી વીતરાગ પરમાત્માનું જ વચન છે, તે જ મહત્ત્વનું કારણ છે. એ માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ફરમાવ્યું છે કે – “મને શ્રી વીર-વર્ધમાન સ્વામિને વિષે ગુણનો વિચાર કર્યા વિનાનો જ રાગ નથી અને કપિલાદિને વિષે તેવા જ પ્રકારનો દ્વેષ નથી. કિન્તુ ગુણ-દોષની આલોચતાપૂર્વક જેનું વચન યુક્તિયુક્ત હોય, તેનો જ સ્વીકાર કરવો જોઈએ. (૧-૨-૩) અહીં જેમ પરમાત્માની મહાનતા છત્ર-ચામરાદિ ઋદ્ધિથી નહિ, પરંતુ યથાર્થવાદિતાના કારણે જ બતાવી છે. તેવી રીતે આચાર્ય માટે પણ આ જ વાત કહેવામાં આવી છે. તમે તપસ્વી છો, તમારે ઘણા શિષ્યો છે, બહોળો ભક્તવર્ગ છે, જ્ઞાન ને વિદ્વત્તા છે એટલા માત્રથી જ તમે મહાન છો ? એવું અમે માનતા નથી. પરંતુ તમારી પાસે “શુદ્ધપ્રરૂપણા' નામનો ગુણ છે, તમે શુદ્ધપ્રરૂપક છો, માટે તમે મહાન છો. એમ શાસ્ત્ર આચાર્યને પણ કહે છે. આચાર્યનો મુખ્ય ગુણ છે - શુદ્ધ પ્રરૂપણા. શુદ્ધકથક, શુદ્ધજલ્પા, સસૂત્રવાદી, સમ્યભાષી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy