SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ — ૯ : પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે - 9 પતંગિયા જેવા સ્વભાવને ધરતા તમને બાળીને ભસ્મસાત્ કરી નાંખશે. એ તમારા ને તમારા પરિવારના ભાવપ્રાણોને બાળી ભસ્મસાત્ કરી નાંખશે. w જ્ઞાની ભગવંતોએ કહેલી વાતો આત્મિક લક્ષવાળાને, આત્મહિતની ભાવનાવાળા જીવોને જ ગમવાની છે. જેનું પૌદ્ગલિક લક્ષ્ય છે, ભૌતિક લક્ષ્ય છે કે સંસારનું લક્ષ્ય છે, તેને આ વાતો નથી જ ગમવાની. તેને ત્યાંની જ ખાણીપીણી-૨હેણી-કરણી ગમવાની. એ દેવો પણ તમારી ઈર્ષ્યા કરે છે : 191 ધન-ભોગની ભૂખવાળા સંસારરસિક જીવોને આર્યદેશ કરતાં અનાર્યદેશ જ વધારે ગમવાનો. જ્યાં સુધી આંતર્દષ્ટિનો ઉઘાડ નહિ થાય, વિવેક નહિ પ્રગટે ત્યાં સુધી આ બધી વાતો નહિ સમજાય. Jain Education International થોડું પણ સારી રીતે વિચારો તો તમને ખ્યાલ આવશે કે, તમને કેટલું બધું મળી ગયું ? સારામાં સારા કુળમાં તમારી ઉત્પત્તિ થઈ, પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ મળી, વિચારવા માટેનું મન મળ્યું, દેવાધિદેવ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા મળ્યા, નિગ્રંથ એવા સદ્ગુરુ ભગવંત મળ્યા. પરમાત્માએ બતાવેલો મોક્ષમાર્ગ મળ્યો, એ માર્ગને સમજવાની અને આરાધવાની સામગ્રી મળી. હું તમારાં ખોટાં વખાણ નથી કરતો પણ તમે એવા પુણ્યશાળી-ભાગ્યશાળી છો કે દેવલોકના દેવેન્દ્રોને પણ તમારી ઈર્ષા કરવાનું મન થાય તેવી ભવસાગર તરવા માટેની જરૂરી તમામ ઊંચી સામગ્રી તમને મળી છે. મને ખબર છે કે નંદીશ્વર વગેરે શાશ્વતા તીર્થોની યાત્રા દેવો કરી શકશે. તે તમે આ ભવમાં નથી જ કરી શકવાના, વિહરમાન જિનેશ્વરોની દેશના સાંભળવા દેવો મહાવિદેહમાં જઈ શકશે. જે તમે નથી જ જઈ શકવાના. સાક્ષાત્ વિદ્યમાન ભગવાનનાં કલ્યાણકોની મેરુશિખર આદિ પર ઉજવણી એ કરી શકશે જે તમે નથી જ કરી શકવાના પણ સામાયિકથી લઈને છેક અપ્રમત્તદશાવાળું ચારિત્ર જીવન પામવાનું જે સૌભાગ્ય આપણને મળ્યું છે, તે દેવોને નથી જ મળ્યું. નાની પણ ક્રિયા; એક નવકારશીનું પચ્ચક્ખાણ પણ જે તમે કરી શકશો તે મોટામાં મોટો શક્તિશાળી દેવ પણ નહિ જ કરી શકે. આ બધું જે એને નથી મળ્યું તે તમને જન્મથી જ મળી ગયું છે. આ સામગ્રી આપનાર જૈનશાસન તમને મળ્યું તેની કિંમત સમજાઈ છે ? તેનું તમારે મન ગૌરવ છે ? ‘આપણે બહુ ભાગ્યશાળી છીએ’ - તેમ તમને થાય છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy