SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ઃ જેવી સંગત તેવી ઈંગત પહેલા શ્રdeઘના ૭થી ૧૬ અથથનોનો પરિચય અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ પરમાત્માના પાવનમુખેથી પ્રાપ્ત કરેલી ત્રિપદીના સહારે જે અનુપમ કોટીની દ્વાદશાંગીની રચના કરી, જેને પરમાત્માએ સ્વયં પ્રમાણી, તે દ્વાદશાંગી પૈકીનું બીજું અંગઆગમ છે સૂયગડાંગ સૂત્ર. જેના બે શ્રુતસ્કંધો છે, તેમાંના પહેલા શ્રુતસ્કંધના ક અધ્યયનોનો આપણે થોડોક પરિચય મેળવ્યો. આજે સાતમા ધ્યયનથી આગળના અધ્યયનનો પરિચય મેળવી લઈએ. ૭મું અધ્યયન “કુશીલ પરિભાષા' નામનું છે. તેનો એક ઉદ્દેશો છે. આ અધ્યયનમાં મુખ્યપણે ત્રણ વાત કરી છે : પહેલે નંબરે “નિશીલ' કોને કહેવાય ? બીજા નંબરે “કુશીલ' કોને કહેવાય ? અને ત્રીજા નંબરે “સુશીલ” કોને કહેવાય ? આમાં ખરાબ આચારવાળા કોને-કોને કહેવાય ? - તેની વાત કરવામાં આવી છે. જેટલા ગૃહસ્થો તે બધા “નિઃશીલ' કહેવાય છે, નિઃશીલ” એટલે એટલે સાધુની અપેક્ષાએ હીન આચારવાળા. જેટલા પરદર્શની છે અને જૈન સાધુમાં પણ જેઓ પાસથ્થા, કુશીલીયા, અવસત્રા, સંસક્તા, યથાવૃંદા છે, તે બધા “કુશીલ” કહેવાય છે. આ વાત કહીને તે પછી સાધુઓને કહ્યું છે કે, તમારે શીલવાન રહેવું હોય તો આ નિઃશીલ અને કુશીલ લોકોનો સંસર્ગ કરવો નહિ. આમાં તમારી વાત પણ કરી, તમારો પણ બહુ પરિચય કરવામાં મજા નથી. - એમ અમને કહ્યું. નિઃશીલ અને કુશીલનો સંગ જે ત્યજે છે, તે જ શીલવાન કહેવાય છે. તેવું અહીં કહેવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy