SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ૧ – આગમ જાણો ! - 250 મોટાં અધ્યયનો છે, માટે એનું મહાઅધ્યયન નામ છે. પહેલા શ્રુતસ્કંધનો પરિચય આ પૂર્વે અપાઈ ગયો છે. હવે બીજા શ્રુતસ્કંધનો પરિચય મેળવવાનો બાકી છે. તમારી ભાષામાં કહીએ તો પૂર્વાર્ધની વાત કહી ગયો છું. હવે ઉત્તરાર્ધની વાત કરવાની છે. બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો (પ્રકરણો) છે. તેમાં ઉદ્દેશા (પેટાપ્રકરણો) નથી. અધ્યયનો એ જ એના ઉદ્દેશ છે. દરેક અધ્યયનોમાં શું શું છે તે જોઈએ. ૧લું અધ્યયન “પુંડરીક’ નામનું છે. આપણે જે ગરવા ગિરિરાજની છાયામાં છીએ, તેનું નામ પણ પુંડરીક છે. પંડરીકસ્વામીજી ઉપરથી એ નામ પડ્યું છે. પણ અહીં જે પુંડરીક નામ પડ્યું છે, તેનું કારણ જૂદું છે. પુષ્કરિણી વાવડીમાં ઉત્પન્ન થતાં પુંડરીક કમળની ઉપમા આપીને તેમાં અનેક વિષયો રજૂ કરાયેલા છે. પુંડરીક કમળ જેવા રાજવીને આકર્ષવા માટે જૂદા જૂદા મતોના ઉપદેશકો કેવો પ્રયત્ન કરે છે, તે આમાં જણાવ્યું છે. તેથી આ અધ્યયનને પુંડરીક અધ્યયન કહેવાય છે. આત્મા અને શરીર જદાં નથી. શરીર એ જ આત્મા અને આત્મા એ જ શરીર છે. શરીર પતી ગયું એટલે આત્મા પણ પતી ગયો. શરીર જેમ ઉત્પત્તિ ને વિનાશવાળું છે, તેમ આત્મા પણ ઉત્પત્તિ ને વિનાશવાળો છે. આવું માનનારા મિથ્યામતો પણ છે. એવી તો અનેક વિચિત્ર માન્યતાઓ છે. આત્મા અનાદિ-અનંત છે, એવું જેમ જૈન દર્શન માને છે તેવું બધા જ મિથ્યામતવાળા માનતા નથી. આવા મતો શા માટે ખોટા છે ? એ મતો કેટલા બોદા છે? તે બધી વાત આમાં જણાવી છે ! મિથ્યાવાદથી બચવા માટે મિથ્યાવાદ જાણવાનો : આપણે નાસ્તિક બની ન જઈએ, આત્મવાદથી દૂર ન થઈ જઈએ, મિથ્યાવાદ અને ભોગવાદ આપણા ઉપર સવાર ન થઈ જાય માટે આ મિથ્યાવાદી જાણવાના છે. ઉતાવળમાં તમે એવું ન માની લેતા કે, આ નાસ્તિકવાદ અમારામાં નથી જ. આ નાસ્તિકતા આપણામાં પણ સવાર થઈ ગઈ છે. “આપ મૂઆ ને ડૂબ ગઈ દુનિયા” , “મર્યા પછીનું કોણે દીઠું” એવું જે માને તે બધા જ નાસ્તિક કહેવાય. હવે તમે જ વિચાર કરો કે તમારી શું સ્થિતિ છે ?” શાસ્ત્ર ભણેલા અને નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy