________________
૬૯
- ૧ - આગમ જાણો ! -
66 “ભગવાન ! બીજ વગેરે પાંચે તિથિમાં કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ થાય ?' (પ્રભુએ તેમને જવાબ આપ્યો) હે ગૌતમ ! ઘણું ફળ થાય છે, કારણ આ તિથિઓમાં જીવ પ્રાયઃ કરીને પરભવનું આયુષ્ય ઉપાર્જ છે. તેથી (એમાં) તપોવિધાન વગેરે ધર્માનુષ્ઠાન કરવાં
જોઈએ કે જેથી શુભાયુનો બંધ થાય.' પૂનમ, અમાસ પક્ષ-સંધિની અને માસ-સંધિની તિથિઓ છે, તેમ જ ત્રણ ચોમાસી પણ પૂનમે આવે છે. માટે પણ પૂનમ ક્યારે છે, તે પણ જાણવું જરૂરી છે.
શ્રાવકો પરમતારક તીર્થકર ભગવંતોના પરમ ઉપાસક હોય છે. તેથી તે પરમતારક પ્રભુનાં પાંચેય કલ્યાણકોની કે પોતાના ઉપર જે પ્રભુનો વિશેષ ઉપકાર હોય, પોતે જે પ્રભુની રોજ પૂજા કરતો હોય કે જે ગામ વગેરેમાં રહેતો હોય તે ગામના મંદિરના જે મૂળનાયક હોય કે કલ્યાણક તપ કરતો હોય તો તે સર્વ તીર્થકરોનાં કલ્યાણકોની તિથિનું જ્ઞાન પણ એને માટે જરૂરી બને છે. આ માટે પણ એને તિથિની જાણકારી મેળવવી જરૂરી હોય છે.
આ સિવાય પણ નાનાં-મોટાં અનેક નિમિત્તોને પામીને તેણે નાની-મોટી જે પણ આરાધના કરવાની હોય તેના માટે અને વર્ષભરની ત્રણસોને સાહિઠ તિથિઓ પૈકી દરેકે દરેક તિથિની રોજરોજની જાણકારી મેળવવી જરૂર હોય છે. માટે જ સમગ્ર તપાગચ્છને માન્ય એવા અને આજથી આશરે ૭૦૦ વર્ષ પૂર્વે રચાયેલા “શ્રી શ્રાદ્ધવિધિ” નામના ગ્રંથરત્નમાં જણાવ્યું છે કે સવારે શ્રાવક વિચારે કે –
અદ્ય વા તિથિઃ ? %િ ન્યાતિમ્ ?' આજે કઈ તિથિ છે ? આજે કલ્યાણક વગેરે શું છે ?' સૂર્યોદયકાલીન તિથિ પ્રમાણ:
આ વિચાર્યા પછી એનું સમાધાન કઈ રીતે મેળવવું ? એ જણાવતાં શ્રી શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જ કહ્યું છે કે, “સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને પ્રમાણભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org