SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! ઉપાસક દશાંગ, અંતગડદશાંગ, અનુત્તરોવવાઈ દશાંગ, વિપાકસૂત્ર, પ્રશ્નવ્યાકરણ અને દૃષ્ટિવાદ આ અંગ આગમો ક્યાંથી આવ્યા ? પરમાત્મા પાસેથી જ. પરંતુ તેની સૂત્રરૂપે રચના જો કોઈએ કરી હોય તો તે શ્રી ગણધર ભગવંતોએ. એટલે બીજા નંબરે ‘સૂત્રને કરનારા ગણધર ભગવંતોને નમસ્કાર કરીને' એમ કહે છે. ૩૭ ૧ - લૌકિક આ વાત છે. તમે સાંભળી હશે. આમાં કાંઈ તથ્ય નથી, પણ લોકોત્તર વાતને સમજાવવા જરૂરી છે. લોકમાં કહેવાય છે કે, ગંગા નદી એ સ્વર્ગની ગંગા છે. તે સ્વર્ગમાં જ વહેતી હતી. તેનો પ્રવાહ એટલો બધો હતો કે, તેનું ધરતી પર અવતરણ કરવું કઈ રીતે ? તેના વેગને ધરવાની કોઈની તાકાત ન હતી, તે માટે શંકરે જટામાં ધારણ કરી, પછી સહજતાથી ધરતી ઉપર વહેતી મૂકી. આ લૌકિક વાત છે. તેમાં સત્યનો અંશ નથી, છતાં મારે જે સત્ય સમજાવવું છે, તે માટે ઉપયોગી રૂપક છે, એટલે આ વાત રજૂ કરી છે. પરમાત્માના શ્રુતવા૨સારૂપ ગંગાને જી૨વવાની બીજા કોઈની તાકાત ન હતી. તે ગણધર ભગવંતોએ પોતાની મેધા ને પ્રજ્ઞા રૂપી જટામાં ઝીલીને, સૂત્રરૂપે સરળ કરીને વહેતી કરી અને એને તે પછી આપણા પૂર્વાચાર્યોએ આપણા સુધી પહોંચતી કરી. 36 તમે પક્ષીનું જીવન જોયું નથી ! એને સ્તનપાન કરવાનું હોતું નથી, દૂધ પીવડાવવું શક્ય નથી. પક્ષીમા બાળકનું ઘડતર કેવી રીતે કરે ? પક્ષીની મા દાણો ચણી આવે, પોતાની ચાંચ દ્વારા પોચો, પેસ્ટ જેવો બનાવી, લીક્વીડ ફોર્મમાં કરી બચ્ચાના પહોળા થયેલા મોંમાં મૂકે. તેવી જ રીતે આપણા પૂર્વાચાર્ય ભગવંતો તેમજ, પરમતારક ગુરુદેવે જૈનશાસનના આગમ તત્ત્વોને પોતાની મેધારૂપી ચાંચ વડે સરળ બનાવીને, અઘરામાં અઘરા તત્ત્વોને સરળ બનાવી પીરસ્યાં છે. એ એમનો ઉપકાર છે. Jain Education International શ્રી જિનેશ્વર એવા તીર્થંકરોને તેમજ સૂત્રને કરના૨ા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન સૂત્રકૃતાંગની નિયુક્તિ કહીશ, તેમ નિર્યુક્તિકારશ્રીજી કહે છે. વાક્ય પ્રયોગ તો જુઓ ! બહુમાનનો ભાવ કેવો છે ? 'सूयगडस्स भगवओ णिज्जुतिं कित्तइस्सामि ।' ‘ભગવાન એવા સૂત્રકૃતાંગની નિર્યુક્તિનું હું કીર્તન કરીશ.' એમ કહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy