SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ 188 ૧૮૮ ૧ – આગમ જાણો ! યોનિઓમાં પસાર કર્યો છે. આ પરિસ્થિતિમાં મનુષ્યપણુ પામવું કેટલું બધું દુર્લભ છે. એ વિચારજો ! શાસ્ત્રકાર ભગવંતોએ દશ દૃષ્ટાંતે જે દુર્લભ કહ્યો છે તે મનુષ્યભવ કહ્યો છે અને અહીં તો મનુષ્યપણું દુર્લભ કહ્યું છે. ખાલી દેહ મળવો કહ્યું હોત તો ચાલત, પણ અહીં મનુષ્યપણું મળ્યું કે નહિ તે વિચારવું છે. આમ તો મનુષ્યનો દેહ મળવો જ દુર્લભ છે. પણ માણસાઈ-મનુષ્યત્વ-માણસપણું એ તો એનાથી પણ દુર્લભ છે. જે મનુષ્યત્વ માણસને જનાવરથી જુદો પાડે. યોગશાસ્ત્રમાં આંતરશ્લોકોમાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે – પુરીષસૂર પૂર્વ, તો મનમઃ | जराजरद्गवः पश्चात्, कदापि न पुमान् पुमान् ।।५७४।।' બાળપણામાં મૂત્ર અને વિષ્ટામાં આળોટતો રહી ભૂંડ જેવો બન્યો, યૌવનમાં કામચેષ્ટાઓ કરી ગધેડા જેવો બન્યો, ઘડપણમાં શ્વાસ-કાસ વગેરે રોગોથી ઘરડા બળદ જેવો બનેલો માણસ ક્યારેય માણસ તો બન્યો જ નહિ.' ખોળીયું માનવનું ને સ્વભાવ ભૂંડનો. વિષ્ટામાં આંગળી નાંખે ને પછી મોઢામાં નાંખે. આજે કેટલાક અમને કહે છે કે, સુખી ઘરના બાળકોની આ દશા નથી. પણ તમને ખબર નથી, ગરીબો કરતાં પણ ખરાબ દશા શ્રીમંતોનાં સંતાનોની છે. ગરીબનો છોકરો ઝાડો-પેશાબ કરે તો ખબર પડે અને આને તો પ્લાસ્ટીક કપડાંની થેલીમાં (નપી) જ છોકરાંને બાંધી દે. એટલે બગડે તો અંદર અંદર રગદોળાયા કરે. એટલે ગરીબ હોય કે શ્રીમંત, બાલ્યાવસ્થામાં એની હાલત ભંડ જેવી હોય અને એ જ જ્યારે યુવાન થયો એટલે કામના આવેગને આધીન બન્યો. ગધેડાને પણ ભૂલાવી દીધો અને ઘરડો થયો એટલે ગળીયો બળદ જોઈ લો. આગળ ખેદ સાથે કહ્યું કે, મરતાં સુધી માણસ-માણસ ન બન્યો. એટલે માનવનું ખોળીયું જેમ દુર્લભ છે તેમ માનવનું ખોળીયું મળ્યા પછી “માનવપણું' તેનાથી પણ દુર્લભ છે. જન્માંતરના પુરુષાર્થથી મનુષ્યનું ખોળીયું મળે છે અને આ જન્મના વિવેકપૂર્ણ પુરુષાર્થથી “મનુષ્યપણું મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy