SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ – ૯ઃ પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે – 9 – 193 ગુરુભગવંતની નિર્દોષ દ્રવ્યથી ભક્તિ કરે છે. એકવાર તેણે ધર્મદેશનામાં સાંભળ્યું કે, શ્રાવકે રોજ જેમ દેવ-ગુરુની ભક્તિ કરવી જોઈએ તેમ રોજ સાધર્મિકની ભક્તિ પણ અવશ્ય કરવી જોઈએ. આ સાંભળી એને થયું કે, મારે સાધર્મિક ભક્તિ કરવી કઈ રીતે ? ધંધો વધુ કરવો નથી અને જેટલું મળે છે, તેમાં માંડ પોતાનું પૂરું થતું હોઈ સાધર્મિક ભક્તિ થઈ શકે તેમ નથી. શ્રાવક તરીકે સાધર્મિક ભક્તિનું આવશ્યક કર્તવ્ય ચૂકાય છે. તેની હૈયે વેદના થઈ. એ જ્યારે ઘરે, એકાસણું કરવા બેઠો ત્યારે તેની પત્નીએ તેનો ચહેરો પડેલો જોયો. આને કોળીયો ગળે ઉતરતો નથી. પત્ની એ જુએ છે. ક્યારેય નહિ અને આજે ચહેરો પડેલો કેમ ? ધર્માત્માનાં ઘર કેવો હોય ? તેના ઘરમાં ક્યારે ય કોઈનો ચહેરો પડેલો ન હોય. જ્યારે આજે તમારા ઘરમાં? ક્યારેય કોઈનો ચહેરો પ્રસન્ન ન હોય. એમ કહું તો ખોટો નહીં પડે ને ? વાત નીકળી તો કહી દઉં. ધન્નાજીનું નામ તમે સાંભળ્યું હશે ! પુણ્યના ઉદયથી તેમના ઘરમાં અખૂટ સંપત્તિ હતી. ખુદ મગધના માલિક શ્રેણિકની દીકરી અને ગર્ભશ્રીમંત શાલિભદ્રની બહેન સુભદ્રા પણ તેમની પત્ની હતી. આઠ-આઠ પત્નીઓથી ભર્યું ભર્યું એમનું જીવન હતું. પુણ્યયોગે આઠેય પત્નીઓ વિનીત અને સમર્પિત હતી. તે આઠેય પત્ની ભેગી થઈને રોજ તેમને સ્નાન કરાવતી. એક દિવસ સ્નાનવેળાએ શાલિભદ્રની બહેનની આંખમાંથી નીકળેલાં આંસુ ધન્નાજીના ખભે પડ્યા ને એમની નજર પાછળ ગઈ. ચામડી કેવી સંવેદનશીલ કે પાણી અને આંસુનો ભેદ પણ પારખી શકે ? એમને થયું કે - “મારા ઘરમાં અને આંસુ?” તેમના ઘરમાં આંસુ એ આશ્ચર્ય હતું. આજે તમારા ઘરમાં આંસુ ન હોય તે આશ્ચર્ય છે. આ શા માટે કહું છું? આગમ ગ્રંથના અધ્યયનની લાયકાત આપણે ગુમાવી છે. તેનું આપણને ભાન થાય અને ફરી લાયકાત કેળવાય એ માટે ! ગમે તેનો ગમે તેવો સ્વભાવ હોય. પણ ધર્માત્માના ઘરમાં આવ્યા પછી એનો સ્વભાવ સુધરી જાય. એના સ્વભાવને ઘડતાં આવડવું જોઈએ. ધર્માત્માની આવી છાપ હોય. ધન્નાજીએ પૂછ્યું કે - “કદી નહિ ને આજે આંસુ કેમ ? શું કોઈ રોગ છે?, દુઃખ આવ્યું ? કોઈએ અપમાન કર્યું ?' જવાબમાં શાલિભદ્રજીની બહેને કહ્યું કે, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy