SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ -- ૪ આગમના અધ્યયન માટે લાયક કોણ?-4 – 49. ૨-૬ - શુaઃ ઉઘુક્તઃ ઉદ્યમશીલ જોઈએ. ગુરુએ જે વાત કરી, તેને તરત અમલમાં લાવનાર જોઈએ, તેમાં આળસ કે પ્રમાદનો અનુભવ ન થવો જોઈએ. જ્ઞાનનું ફળ વિરતિ છે. હેય-ઉપાદેય જાણ્યા પછી તેનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવાનો છે. આ કાર્ય જે ઉદ્યમશીલ હોય તે જ કરી શકે છે. પ્રમાદી-અનુદ્યમી તે કરી શકતો નથી, પરિણામે આગમ અધ્યયન-અધ્યાપન કરવા-કરાવવાનો પરિશ્રમ સાર્થક થતો નથી. માટે ઉદ્યમશીલ હોવું તે ગુણ અત્યંત અનિવાર્ય છે. એવું બની શકે કે જે કામનો ઉદ્યમ કરે તેમાં સફળતા ન પણ મળે. કેમકે સફળતા મળવી ન મળવી એ પુણ્યાધીન વસ્તુ છે. છતાં ઉદ્યમશીલ આત્માને તો ચોક્કસ લાભ થાય છે. કેમ કે એણે તો આજ્ઞા મુજબ પુરુષાર્થ કર્યો છે. એ પછી સાતમો ગુણ છે, અપરિતપ્ત. ૨-૭ – પરિવંતો ? અપરિતપ્ત ઃ ક્યારેય નહિ થાકનાર. ગુરુની સેવા, ગુરુની આજ્ઞાનું પાલન, આરાધના-સાધનાની જે પણ પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જરા પણ થાક ન અનુભવાય. નાની-મોટી તમામ પ્રવૃત્તિ પૂરા ઉત્સાહ સાથે જેમ શરૂ કરે તેમ તેવા જ ઉત્સાહ સાથે એને પાર પાડે. એને અધવચ્ચે કંટાળી, થાકીને મૂકી ન દે તેવો જેનો સ્વભાવ હોય તેને “અપરિતપ્ત' કહેવાય. માટે જ કહ્યું કે – “પરિવંતો - વનિર્વિઘા રૂતિ ' ન થાકે તેવો. જેટલી લાયકાત, તેટલો વિકાસ : આ અંગે જગમશહુર ચિત્રકારનો દાખલો ગુરુદેવ આપતા. એક જગમશહુર ચિત્રકાર હતો, તેને પોતાના પુત્રને પણ જગમશહુર બનાવવો હતો. પુત્ર નાનો હતો તે વખતથી જ કેળવણી આપવા માટે તેને ચિત્ર બનાવવાનું કહ્યું. તે જે ચિત્ર બનાવતો, તેમાં તેની ચાર ભૂલો બતાવી તે સુધારવાનું કહેતો. તે ચાર ભૂલો સુધારી લાવે એટલે બીજા દિવસે બીજી ચાર ભૂલો બતાવતો. આ રીતનો ક્રમ છ મહિના ચાલ્યો. કx૩૦=૧૮૦ દિવસ, દરરોજની ચાર ભૂલો બતાવી. ૧૮૦ દિવસ x ૪ ભૂલો = ૭૨૦ ભૂલો બતાવી તે તેણે સુધારી. ત્યારબાદ રોજના ક્રમ મુજબ ચિત્ર બનાવ્યું. પણ હવે એ થાક્યો હતો, કંટાળ્યો હતો, તેથી તેણે પોતે જ નિર્ણય કરી લીધો કે આજનું ચિત્ર . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy