________________
૧૨ - જેવી સંગત તેવી ઇંગત પહેલા શ્રdesઘના 12
૭ થી ૧૦ અથથનોનો પરિચય - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧, શુક્રવાર, તા. ૯-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • નિઃશીલ-કુશીલ-સુશીલ
• જૈન પ્રવચન” અને “જિનવાણી' : • શ્રાવક સાથે સાધુનો સંબંધ માત્ર • વાતનો મર્મ સમજો ! ધર્મનો જ :
• કહેવામાં ય વિવેક જોઈએ, સાંભવામાં ય વિવેક • કાનપુરની ધર્મશાળાનો એ પ્રસંગ :
જોઈએ : • પ્રૉજેક્ટ વિનાના મહારાજ :
• નવિ નિંદા મારગ કહેતાં
વિષય : શ્રમણોના આચાર-વિચાર આ પૂર્વેના પ્રવચનમાં શ્રી સૂયગડાંગ સૂત્ર આગમના પહેલા શ્રુતસ્કંધના પહેલા છે અધ્યયનોમાં વર્ણવાયેલ વિષયની સમરી આપ્યા બાદ આ પ્રવચનમાં સાતમાથી લઈ સોળમા અધ્યયન સુધીની સમરી અપાઈ છે. એમાં પ્રસંગ પામીને સાતમા “કુશીલ પરિભાષા' અધ્યયનની વાતમાં નિ:શીલ, કુશીલ અને સુશીલની વિસ્તૃત વ્યાખ્યા રજુ કરી છે. શીલ એટલે વિશિષ્ટ કોટિનો સદાચાર. તેના અભાવવાળા અથવા તો અલ્પતાવાળા નિ:શીલ, ખરાબ આચારવાળા કુશીલ અને સદાચારવાળા સુશીલ કહેવાય એવી વાત પ્રસ્તુત કરાઈ છે.
એ જ વાતની વિશેષ સ્પષ્ટતા થાય એ માટે જૈન શ્રમણોનો ઊંચો આચાર-વ્યવહાર પણ ખૂબ જ પ્રભાવી રીતે રજુ કરાયો છે. કાનપુરની ધર્મશાળામાં બનેલો એક કિસ્સો અને હસ્તગિરિ તીર્થના નિર્માણ સાથે પરમતારક પૂ. આ. શ્રી. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો સંબંધ ખૂબ જ ભાવવાહી શૈલીમાં અહીં ચિત્રિત થયો છે.
પ્રવચનનું પ્રતિબિંબ * તપેલો લોઢાનો ગોળો જ્યાં જાય ત્યાં બધાને બાળે. તેમ સંસારીઓ પણ જ્યાં જાય
ત્યાં જવનિકાયનો આરંભ કરે. * વંદન જેમ તરવા માટે કરવાનાં છે, તેમ અવંદન પણ તરવા માટે કરવાનાં છે. * આ મસ્તક તો ઉત્તમાંગ છે. એ કાંઈ દશશેરો નથી કે જ્યાં ત્યાં નમે. ઉત્તમ સ્થાને
જ ઉત્તમાંગ નમે. * રાગ-દ્વેષની પરિણતિથી અળગા રહી વસ્તુનું સ્વરૂપ વર્ણવવું એ નિંદા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org