________________
૧૭૩
૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8
મને હત્વા પાશં તનયવનિતાનેયતિ' પુત્ર અને પત્નીનાં સ્નેહમાંથી ગુંથાએલું આ દોરડું છે, તેનો ગાળીયો બનાવીને તમારા ગળામાં નાંખ્યો છે. ઘણાં અહિં તીર્થમાંથી રોજ દીકરાને એકવાર તો ફોન કરે ! ઘણાં રોજ પત્નીને ફોન કરે અને ઘણાં તો સાથે લઈને આવ્યા હશે. એનાં સ્નેહનાં બંધનો મોહ તમારા ગળામાં નાંખે છે ને પછી ખેંચે છે. એટલે તમારી ચેતના રુંધાય છે.
મદારીનો વાંદરો જોયો છે ? વાંદરાને ગમે તેટલો છૂટો મૂકે, ગમે તેટલો દોડે-કૂદે-નાચે પણ દોરડું ખેંચે એટલે એને આવવું જ પડે. આ બધી જ વિડંબનાથી છુટવું હોય તો ત્રણ જગતનો નાથ, તેનું શાસન અને તેનો સાધના માર્ગ ! આ સિવાય બંધનથી છોડાવવા માટે જગતમાં કોઈ સમર્થ નથી.
જેને બંધનથી ડર લાગે, બંધનનો ભય લાગે તેને જ દેવ, ગુરુ, ધર્મનું શરણ સ્વીકારવાનું મન થાય. આવો ભવથી, સંસારથી ડરીને આવેલો હોય તે જ આગમને શરણે આવે અને તે જ આનું અધ્યયન કરવા માટે લાયક છે.
૧૨ - અસને - અશઠ :
W
163
બારમા નંબરે ‘અશઠ’ જોઈએ. શઠ એટલે લૂો, માયાવી, પ્રપંચી, દગાબાજ, કપટી. જે આવો શઠ હોય તેને આ આગમ પરિણામ ન પામે. તેથી આ આગમનું અધ્યયન કરનાર ‘અશઠ' જોઈએ. જે ‘અશઠ' હોય તે હૃદયનો નિખાલસ, સરળ હોય. તેથી તે જો આ આગમનું અધ્યયન કરે તો તે પરિણામ પામે.
આજે ઘણા લોકોએ ધર્મસ્થાનોને માયાનાં અડ્ડા બનાવ્યાં છે. સાધર્મિકો સાથે, સાધુ ભગવંતો સાથે, છેક આચાર્ય ભગવંતો સાથે પણ માયા, પ્રપંચ અને કપટથી જ વાત કરે, એ બધાને બોધા માને, એમને રમાડે. ‘આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો કે ધર્મને, શાસનને પામેલા સાધર્મિકો બોધા છે' એવું ક્યારેય નહિ માનવું, એ તમને ઓળખી ગયા હોય છે પણ તમને કહેતા નથી. કારણ કે એ ન કહેવામાં જ ઘણીવાર લાભ હોય છે.
બીજાને ઠગનારો પોતાના હિતની ઠગાઈ કરે છે. ખુદ આત્માની ઠગાઈ કરે છે. આવા પરિણામવાળાને ધર્મ પરિણામ પામતો નથી.
-
જેને પોતાની માયા દેખાય છે, કષાય ઓળખાય છે તેણે ગ્રંથી ઓળખી છે એમ સમજવું. પણ જેને પોતાના જ કષાય ઓળખાતા નથી, તેણે સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org