________________
૫૩ – ૪ આગમના અધ્યયન માટે લાયક કોણ? -4 - 53 જિનેશ્વર ભગવંતનું દેરાસર હોય તે દિશા પ્રશસ્ત છે. આ દિશા સન્મુખ રહીને આગમ અધ્યયનાદિ કરવાનું છે.
આ વાત વાચનાચાર્યની અપેક્ષાએ છે. એટલે જ્યારે વાચના લેવા-આપવાની હોય ત્યારે વાચના આપનાર આ દિશા સન્મુખ રહીને વાચા આપવાની છે, વાચના લેનારે તો વાચના આપનારની સન્મુખ રહી વાચના લેવાની છે. તે જ રીતે જ્યારે સ્વાધ્યાય માંડલીમાં કરવાનો હોય ત્યારે સ્વાધ્યાય કરનારમાં જે મુખ્ય હોય તેમણે આ દર્શાવેલ દિશા સન્મુખ રહીને સ્વાધ્યાય કરવાનો છે, અન્ય સૌએ પોતપોતાનો જે રીતે ક્રમ આવતો હોય તેમ મંડલકારે બેસી સ્વાધ્યાય કરવાનો છે. દિશાનો આ વિષય દર્શાવતાં ચૂર્ણિકાર મહર્ષિએ લખ્યું છે કે –
'पुव्वाभिमुहो उत्तरमुहो व दिज्जाहवा पडिच्छेज्जा । जाए जिणादओ वा दिसाइ जिणचेइयाई वा ।।३४०६।।'- विशे० भाष्य । ‘પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ થઈને વાચના આપવી
અથવા ગ્રહણ કરવી. જે દિશામાં જિનેશ્વર વગેરે
હોય અથવા જિનમંદિર વગેરે હોય.' આ રીતે ક્ષેત્ર અને દિશાની વાત કર્યા પછી હવે પાંચમા નંબરે કાળની વાત કરે છે.
૫ - વેસ્ટઃ કાળ : દિવસનો ને રાતનો પહેલો અને છેલ્લો, એટલે કે દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર તેમજ રાત્રિનો ય પહેલો અને છેલ્લો પ્રહર. એમ દિવસના બે અને રાત્રિના બે, કુલ ચાર પ્રહરમાં જ આ ગ્રંથને કંઠસ્થ કરી શકાય. લેવા ને ગોખવા માટે – બન્ને માટેનો આ નિયમ છે. સૂત્રને માટે આ વાત છે. આ અંગે ચૂર્ણિકાર મહર્ષિએ જણાવ્યું છે કે –
'काले त्ति-इमं अंगं कालेण पढिजति,
राति-दिणाणं पढम-चरिमासु पोरिसीसु ।' 'કાળની અપેક્ષાએ આ અંગે રાત-દિવસની પહેલી-છેલ્લી પોરિસીઓમાં કાળના સહારે ભણી શકાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org