________________
૨ : સૂથગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીદેવનું જીવન
તીર્થંકર નામકર્મની નિકાચના ક્યારે ?
અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્મા કે જેમને નયસારના ભવમાં નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જે સાધનાનો પ્રારંભ થયો તે પછીના સાધનાકાળમાં પ્રભુના આત્માને અનેક આરોહ અને અવરોહનો સામનો કરવાનો થયો.
છેલ્લેથી ત્રીજા નંદનરાજર્ષિના ભવમાં પરમાત્માનું પચ્ચીસ લાખ વર્ષનું આયુષ્ય હતું. તેમાં છેલ્લે એક લાખ વર્ષમાં સંયમની સાધના કરી. તે એક લાખ વર્ષના સંયમપર્યાયમાં ૧૧,૮૦,૬૪૫ (અગ્યાર લાખ એંસી હજાર છસો ને પિસ્તાળીસ) માસક્ષમણનો ઘોર તપ કર્યો. આ ઘોર તપ દરમ્યાન વીશે વીશ સ્થાનકોની ઉત્તમકક્ષાની આરાધના કરી. આરાધના જેમ જેમ વધતી ગઈ તેમ તેમ મૂળમાં પડેલી પરાર્થકરણની ભાવના વધુ ને વધુ ઘેરી બનતી ગઈ. સમ્યગ્દર્શનના સહારે તેનાં એક-એક લક્ષણો વિશેષ રીતે પ્રગટ થતાં ગયાં. આસ્તિક્ય એટલું જીવંત બન્યું કે, જેના સહારે જગતમાં રહેલા એક-એક જીવોના જીવત્ત્વનું સંવેદન થવા લાગ્યું. અનુકંપા એવી ઘેરી બની કે, એક-એક જીવોનાં દુઃખ જોઈ એમનું હૈયું અનુકંપાના ભાવોથી ભરાઈ ગયું અને એમને થયું કે મા૨ામાં જો એવી તાકાત આવે તો જીવમાત્રને દરેક પ્રકારનાં દુઃખથી સર્વથા મુક્ત કરું, સમ્યગ્દર્શનથી પવિત્ર એવા જ્ઞાનના સહારે જાણ્યું કે, જગતના જીવોનો સંસારનો રસ નિચોવાઈ જાય અને હૈયામાં શાસનનો રસ ભરાઈ જાય તો જરૂ૨ એ જીવો સદા માટે દુ:ખમુક્ત બની શાશ્વતકાલીન સુખને પામી શકે. મારામાં જો એવી શક્તિ પેદા થાય તો જગતના સર્વ જીવોને હું અનાદિકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org