SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ - ૯: પૂર્વાચાર્યોના પંથે ચાલવું એ તેઓની શ્રેષ્ઠ ભક્તિ છે - 9 – 199 'देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ।' દેવોનું આગમન, આકાશમાં ગમન અને ચામર વગેરે (અષ્ટ મહાપ્રાતિહાર્યો)ની સમૃદ્ધિના કારણે (હે પ્રભુ !) તમે અમારા માટે મહાન નથી. (કારણ કે) આ બધું તો માયાવીમાં પણ સંભવી શકે છે.' ભગવાનને ઉદ્દેશીને ત્યાં કહ્યું છે કે, “પ્રભો ! તમને સોના-રૂપાના ગઢ છે, અષ્ટમહાપ્રાતિહાર્યો છે. કરોડો દેવતાઓ દોડી-દોડીને તમારી સેવા કરવા આવે છે માટે તમે મહાન છો, એમ હું માનતો નથી. પરંતુ તમે “યથાર્થવાદી” છો, તમારામાં યથાર્થવાદિતા રહેલી છે, માટે તમે મહાન છો. એ જ રીતે આચાર્ય માટે કહ્યું કે, તમે મોટા તપસ્વી છો, જ્ઞાની છો, ત્યાગી છો, બહોળા શિષ્ય પરિવારવાળા છો, વિશાળ ભક્તવર્ગવાળા છો, ચારિત્રી છો માટે મહાન છો, એમ નથી. પરંતુ તમારામાં શુદ્ધ પ્રરૂપકતા છે, માટે તમે મહાન છો ! એક શુદ્ધ પ્રરૂપકતા ગુણના આધારે તો આચાર્યને છેક તીર્થકરની સાથે સરખાવ્યા છે. નવપદજીની પૂજા'માં કહ્યું છે કે - “શુદ્ધ પ્રરૂપકગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે...” તેમ “સંબોધ પ્રકરણ', ગચ્છાચાર પયગ્રા' વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે – 'तित्थयर समो सूरी, सम्मं जो जिणमयं पयासेइ । अणाइ अइक्वंतो, सो कापुरिसो न सप्पुरिसो ।।' ‘જે જિનમતને સારી રીતે પ્રકાશિત કરે છે તે આચાર્ય તીર્થકર તુલ્ય છે અને જે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે પુરુષ નથી પણ કા-પુરુષ, ખરાબ પુરુષ છે.' - આ રીતે આ ગાથામાં તો “જેનામાં શુદ્ધ પ્રરૂપકતા નથી તેના માટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તે સત્પરુષ નથી, પરંતુ કાપુરુષઃખલ-દુર્જન પુરુષ છે.” બહુશ્રુતશ્રી ધર્મદાસ ગણિ કે જે ભગવાન મહાવીરના સ્વ-હસ્તદીક્ષિત શિષ્ય હતા તેમણે ઉપદેશમાળામાં કહેલી વાત પૂ. ઉપાધ્યાયજી મહારાજે સાડી ત્રણસો ગાથાના સ્તવન અને શ્રીપાળ રાજાના રાસમાં સામાન્ય શબ્દફેર સાથે કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy