SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ન પ્રગટે - 8 હૈયાને, તમારા આત્માને સ્પર્શશે નહિં તો આ બધું ખાલી સાંભળેલું પણ નકામું છે. ૧૫૧ - આ બધું તમે આજે જ સાંભળો છો એવું નથી. આ પૂર્વે પણ અનેકવાર સાંભળ્યું હશે ! માત્ર સાંભળ્યું હશે એમ નહિ પણ એનું અધ્યયન પણ કર્યું હશે ! માત્ર એનું અધ્યયન જ કર્યું હશે એમ નહિ, પણ એનું અધ્યાપન પણ કરાવ્યું હશે ! આગળ વધીને કહું તો આ બધું જે આજે સાંભળો છો તે માત્ર અમારા જેવા કે અમારાથી પણ અધિક એવા આચાર્યો પાસે જ સાંભળ્યું હશે એમ નહિ પણ સાક્ષાત્ તીર્થંકર ભગવંતના પાવન મુખે પણ સાંભળ્યું હશે. છતાં મોહ ન ઓળખાયો, મિથ્યામતો ન ઓળખાયા, મિથ્યામતોના મિથ્યાસિદ્ધાંતો અને મિથ્યાઆચારો ન ઓળખાયા. ‘સુણ્યા હશે, પૂજ્યાં હશે, નિરખ્યાં હશે પ્રભુ કો ક્ષણે, હે જગતબંધુ ચિત્તમાં ધાર્યા, નહિં ભક્તિપણે.' M એમાંથી ઊભું થતું મિથ્યાત્વ ન ઓળખાયું. એનાથી થતું આત્માનું અહિત ન સમજાયું, એનાથી થતો આત્મઘાત કે ભાવપ્રાણોનો વિનાશ ન સમજાયો. કારણ કે જે પણ સાંભળ્યું, ભણ્યું કે ભણાવ્યું તે ગુણસંપત્તિ પામ્યા વિના, એને પામવાનું લક્ષ્ય કેળવ્યા વિના, એને પામવાનો પ્રયત્ન કર્યા વિના, માટે જ આ આગમાદિ સાંભળી ભણી-ભણાવીને જે પરિણામ આવવું જોઈએ, તે ન આવ્યું. તમે પણ ઘણીવાર પ્રભુની સ્તુતિ કરતાં બોલો છો ને કે - ‘હે ભગવંત ! આપ જ્યારે સમવસરણમાં બિરાજીને ધર્મદેશના આપતા હશો, ત્યારે મેં સાક્ષાત્ આપને સાંભળ્યા હશે, પૂજ્યા હશે અને નિરખ્યા પણ હશે, આમ છતાં પ્રભુ મેં આપને નિઃસ્વાર્થભાવે ભક્તિપૂર્વક હૃદયમાં સ્થાપન ન કર્યા.' 151 Jain Education International તેથી જ આપની વાતો મારા મનને, બુદ્ધિને ન સ્પર્શી. બુદ્ધિને ન સ્પર્શી એટલે હૈયાને ન સ્પર્શી. તેથી જ તેના પ્રત્યે રુચિ ન જાગી. મેં એ બધું સાંભળ્યું પણ ન સાંભળ્યું કર્યું. તેથી એનાથી દૂર રહ્યો. પરિણામે મારું ભવભ્રમણ અકબંધ રહ્યું. દુઃખના ભાજનરૂપ સંસારમાં મારાં જન્મ-મરણો ચાલ્યાં જ કર્યાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy