SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ - બીજા મહાઅધ્યયન 13 શ્રતeઠંઘનો મિતાક્ષરી પટિયથા - વિ.સં. ૨૦૫૮. શ્રાવણ સુદ-૨, શનિવાર, તા. ૧૦-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • જિનવાણી સાંભળે તે આત્મા ધન્ય છે : • દુઃખગર્ભિત વૈરાગીને પાપશાસ્ત્રો ભણવાં ગમે? • આગમ અને જિનેશ્વરોનો સંબંધ : • શ્રુત મહાસાગરમાં ડુબકી મારવાનો આનંદ : એકની આરાધના બીજાની આરાધના છે, ધર્મલાભ એટલે શું? જાણી લો ! એકની વિરાધના બીજાની વિરાધના છે : • મિથ્યાવાદથી બચવા માટે મિથ્યાવાદ જાણવાનો : વિષય: બીજા શ્રુતસ્કંધનો વિષયવ્યાપ. આ પૂર્વના બે વ્યાખ્યાનોમાં સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધોના અધ્યયનોમાં વણિત વિષયોની સમરી આપ્યા બાદ અહીં બીજા શ્રુતસ્કંધના સાતે અધ્યયનોમાં વણિત વિષયની સમરી અપાઈ છે. એમાં પ્રારંભમાં પરમાત્મા, ગણધરો, સુવિહિત આચાર્યો આદિના શ્રીમુખે જેને આગમવાણી સાંભળવા મળી તે આત્માઓ કેવા ધન્ય છે - તેની વાત રોચક શૈલીમાં કરાઈ છે. ત્યારબાદ આગમ-શાસ્ત્રનો આદર કેમ કરવો તેની વાત રજુ કરાઈ છે. આટલી ભૂમિકા કર્યા બાદ ક્રમશઃ પુંડરીક વગેરે સાતે અધ્યયનોનો પરિચય પ્રસ્તુત કર્યો છે. એમાં પ્રસંગ પામીને મિથ્યામતો, તેર ક્રિયાસ્થાનો, પાપશાસ્ત્રો કયાં? દુખગર્ભિત વૈરાગીને શું ગમે ? જગતના જીવોની આહાર પદ્ધતિ, આર્દ્રકુમારનો પુરુષાર્થ, પ્રભુ પાર્શ્વનાથ અને પ્રભુ વર્ધમાનનો શાસન-સંક્રમણ કાળ, બાળદીક્ષિતોની ધન્યતા શાસ્ત્ર પરિશીલનના આધારે, પરમતારક ગુરુદેવે કરેલી ‘ધર્મલાભ'ની વ્યાખ્યા વગેરે વિષયો ખૂબ જ રસાળ રીતે ચર્ચવામાં આવ્યા છે. પ્રવચનનું પ્રતિબિંબ * આગમની આરાધના એ અરિહંતની આરાધના છે. આગમની વિરાધના એ અરિહંતની વિરાધના છે. આગમની શ્રદ્ધા એ અરિહંતની શ્રદ્ધા છે. આગમની અશ્રદ્ધા એ અરિહંતની અશ્રદ્ધા છે. આગમની આશાતના એ અરિહંતની આશાતના છે. * તત્ત્વનો અપલાપ થાય તેવું બોલે તો તે આચારીના વેશમાં અનાચારી જ છે. * સ્વાધ્યાય-શ્રુતપાસના તો સાધુ જીવનનો પ્રાણ છે. એના વિના સાધુ ટકી શકે શી રીતે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy