________________
90
૯૦.
૧ – આગમ જાણો ! ઉસૂત્ર થતું હતું અને પાંચમની સંવત્સરી છઢમાં પણ ન કરી, કારણ કે તેમ કરવાથી શાસ્ત્રવચનનો વિરોધ આવતો હતો. શાસ્ત્રવચનનો વિરોધ આવે એવું યુગપ્રધાન પણ ન કરે. સભા: કયા શાસ્ત્રવચનનો વિરોધ આવતો હતો ?
'अंतरा वि य से कप्पड़, नो से कप्पइ तं रयणिं
उवाइणावित्तए ।' '(પાંચમ) પહેલાં ય તે કરવી કલ્પ પણ તે રાત્રિને
(પાંચમની રાત્રિ) ઓળંગવી કહ્યું નહિ.' આ વચનને લક્ષ્યમાં રાખીને એમણે રાજાની માંગણી છઠ્ઠની સંવત્સરી કરવાની હતી અને તેમ કરવામાં પછીનાં વર્ષોમાં પાંચમની સંવત્સરી કાયમ રહેતી હોવા છતાં તેમણે છટ્ટે સંવત્સરી ન કરતાં ચોથે કરી. આના ઉપરથી તમને સમજાવું જોઈએ કે જો આવા સમર્થ પૂર્વધર યુગપ્રધાન આચાર્ય પણ સામાચારીના પરિવર્તનમાં શાસ્ત્રમર્યાદાને, શાસ્ત્રવચનને જાળવતા હોય તો આજે અમારે શું કરવું જોઈએ ?
આના ઉપરથી તમારે આ બધી વાતો ધ્યાનમાં લેવાની છે કે કાલિકસૂરિ મહારાજે પહેલાં જ વર્ષે પાંચમની ચોથ ને બદલે છઠ્ઠ કરી હોત તો બીજા વર્ષથી પાંચમ એમની એમ રહી જાત ને ? પણ ન કરી. કારણ કે, શાસ્ત્રવચન હતું કે એક દિવસ પહેલાં કરી શકાય પણ પાછળ ન કરી શકાય. એ શાસ્ત્રવચન જાળવવા પાંચમની સંવત્સરી ચોથે કરી અને જો તિથિમાં જ ફેરફાર કરવો હોત તો ૪/પ ભેગા પણ કરી શકત ને ? તેમાં બન્નેનું જળવાઈ જાત. રાજાનું ને જૈનોનું. છતાં તેમ પણ ન કર્યું. કેમકે મૃષાવાદનો ભય હતો. પૂ. આ. શ્રી કાલિકસૂરિ જેવા સમર્થ પૂર્વધર યુગપ્રધાન આચાર્યશ્રીએ તિથિમાં ફેરફાર ન કર્યો અને આજે ગીતાર્થતાને આગળ કરીને પણ તિથિના મન ફાવે તે રીતે ફેરફારો કરવાની વાત ચાલે છે, તે કેટલું બધું ખોટું છે. અસત્યને સત્ય તરીકે ઉપસાવવું અને સત્યને અસત્ય તરીકે પ્રચારવું એ નાનો-સૂનો દોષ નથી. તિથિમાં ફેરફાર કરવાનો તેને જ અધિકાર છે કે જે ગ્રહમંડળમાં ફેરફાર કરી શકે.
પાંચમમાંથી છઠ્ઠમાં ન જવાય. એક દિવસ પણ મોડું પ્રતિક્રમણ કરાય નહિ. વહેલા અવાય પણ મોડા ન કરાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org