SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ૧ આગમ જાણો ! - ધર્મ છે. તે જેને ગમે તેને જ ધર્મના આચાર ગમે. જેને ધર્મના આચાર ગમે તેને જ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ આચાર ગમે. જેને જ્ઞાનાચાર આદિ આ પાંચ આચાર ગમે તે કેટલું કરી શકે કે ન કરી શકે એ બીજી વાત પણ એને ગમે તો એ જ. જેમ સંસારી રૂપિયો કમાઈ શકે, ન કમાઈ શકે એ બીજી વાત પણ એને ગમે તો રૂપિયો જ. જેને ધર્મ ગમે તેને ધંધો ન ગમે. એ બજા૨માં ગયો હોય કે ઘરમાં બેઠો હોય, સંસારનો વ્યવહા૨ ક૨તો હોય કે સ્વજનોની વચ્ચે બેઠો હોય પણ એનું મન તો ધર્મમાં જ હોય. 104 એટલા જ માટે શાસ્ત્રકાર શિરોમણિ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ‘યોગબિંદુ'માં લખ્યું કે - 'भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः ।' ‘જેણે રાગ-દ્વેષની ગ્રંથી ભેદી હોય તેનું તન ભલે સંસારમાં હોય પણ એનું મન તો મોટે ભાગે મોક્ષમાં જ હોય.' મિથ્યાત્વના કાળમાં રહેનારી રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથીને ભેદીને જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તે શરીરથી ભલે સંસારની ગમે તે પ્રવૃત્તિ કરતો દેખાય, પરંતુ ત્યારે પણ એનું મન તો મોક્ષમાં જ હોય. તે રીતે જેને ધર્મ પ્રિય હોય તે કોઈપણ પ્રવૃત્તિ કરતો દેખાય ત્યારે પણ તેનો માનસિક લગાવ, માનસિક ઢાળ ધર્મની દિશામાં જ હોય. Jain Education International જેને પોતાના સ્વભાવ સ્વરૂપ ધર્મ બહુ ગમે તેને સ્વભાવરૂપ ધર્મની વાતો સાંભળવી બહુ ગમે, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો બહુ ગમે. સ્વભાવરૂપ ધર્મમાં રમણતા કરવી બહુ ગમે. તેને સર્વજ્ઞ, વીતરાગ પરમાત્મા સ્વરૂપ દેવ પણ એટલે જ ગમે કે તેમણે પોતાના સ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કર્યો છે, અને પોતાના સ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યો છે. ગુરુ પણ એટલે જ ગમે કે તેઓ સ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાની સાધના કરે છે અને સાધકને એમાં સહાય કરે છે તેમજ ક્રિયાત્મક, આચારરૂપ ધર્મ પણ એટલે જ ગમે કે આત્મસ્વરૂપને, સ્વભાવરૂપ ધર્મને પ્રગટ કરવાનું સાધન છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy