SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર તુજ શાસન કાજે (રાગ : હે મેરે વતન કે લોગોં) મહાવીર પ્રભુ ! અમારા, શાસનના મૂલ આધારા, વંદન કરીએ પ્યારા, ભરી હૈયે ભાવ અપારા. આ જગનાં દુઃખો હરવાં, જીવનને સુખથી ભરવા, તીર્થંકર નામ નિકાશ્યું, ગુણ પ્રગટાવ્યા તેં ગરવા, તારી કરુણાની સરિતા, ખળખળ વહી જ્ઞાનની ગીતા. વં. ૧ તારી પાટે જે આવ્યા, સુધર્મ-જંબૂ ગણરાયા, હરિ-હેમ-હીર સૂરિરાયા, શ્રી યશોવિજય ઉવજ્ઝાયા, આ વહેણને વહેતું રાખ્યું, નિર્ભેળ અમે સહુ ચાખ્યું. વં. ૨ આ વહેણ જો નિર્મળ રહેશે, શાસન જયવંતુ થાશે, આ વહેણમાં ભેળ જો ભળશે, આલંબન ડૂબી જશે, કર કરુણા તું પ્રભુ આજે, શાસન જગતમાં ગાજે. વં. ૩ સન્માર્ગના સંરક્ષક જે, શ્રી રામચંદ્રસૂરિ મોટા, જેણે એક જ નાદ ગજવ્યો, વિષય-કષાય છે ખોટા, સુખ ભૂંડું કહીને ત્યાગ્યું, દુ:ખ રુડું કહી અપનાવ્યું. વં. ૪ પાલીતાણા શુભ નગરી, આ દેવલોકશી છાજે, નિશ્રામાં ચૌદ સૂરિજી, સુરગંગા સમી બિરાજે, ચાલો સહુ સ્નાન કરીએ, મન કેરો મેલ હરીએ. વં. પ સહુ જીવના મંગળ કાજે, સૂયગડાંગ સુણાવો આજે, શાસનદેવો સહુ આવી, શ્રુત જય કરો એક અવાજે, બંધનમાલા હરો કાળી, ગુણ-કીર્તિ દો નિરાળી. વં. ઙ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy