________________
૨૧૯ – ૧૦ : આપ્ત કહે તે પ્રમાણ! તો આખ કોણ? - 10 - 219 વિધિપૂર્વક દ્વાદશાવર્ત વંદન કર્યું અને ગુરુની અનુમતિપૂર્વક બેઠા. આ બધુ આર્યરક્ષિતજીએ ધ્યાનપૂર્વક જોયું અને તરત જ મનમાં ધારી લીધું. આના ઉપરથી એમની પ્રજ્ઞા, મેધા, ધારણા શક્તિ વગેરેનો આપણને બરાબર અંદાજ આવવો જોઈએ. એક જ વખત જોયું અને એમને એ બધું જ આવડી ગયું. તમે કેટલીવાર જોયું? છતાં હજી આવડ્યું ? વિચાર કરો.
આ પછી આર્યરક્ષિતજીએ “નિસહિ” બોલવા પૂર્વક પ્રવેશ કર્યો અને મયૂએણ વંદામિ વગેરે બોલી પૂર્વના શ્રાવકે કર્યું એ જ રીતે એમણે પણ વિધિ પૂર્વક દ્વાદશાવર્ત વંદન કર્યું અને એ શ્રાવક જેમ બેઠા હતા તેમ એ પણ બેઠા. છતાં ગુરુભગવંતને ખબર પડી ગઈ કે, આ આગંતુક છે, નવા છે. વંદન વિધિમાં એક પણ ભૂલ થઈ નહોતી, પણ પહેલાંના પુણ્યાત્મા આવ્યા ત્યારે ઉપાશ્રયમાં બીજા કોઈ શ્રાવક હતા નહિ. એટલે ગુરુભગવંતને વંદન કર્યા બાદ તેમની પાસે એ સીધા બેસી ગયા હતા. જ્યારે વિધિ એ છે કે વંદન કર્યા બાદ જો ઉપાશ્રયમાં કોઈ શ્રાવક હોય તો તેને પ્રણામ કહી પછી બેસવું જોઈએ. જુના કાળમાં વ્યાખ્યાનમાં પણ ગુરુને વંદન કર્યા બાદ આખી સભાને પ્રણામ કરી પછી જ બેસાતું. પણ આ શ્રાવક-વંદનાની વિધિ આમણે જોઈ ન હતી. તેથી તેમણે કરી નહિ – એ જોઈને જ ગુરુને ખ્યાલ આવી ગયો કે આગંતુક પુણ્યાત્મા નવા છે. તેથી ગુરુભગવંતે તેમને પૂછુયું કે - “તમે કોની પાસે ધર્મ ભણ્યા ?” એમણે કહ્યું – “ભગવન્! આ શ્રાવક પાસેથી.” ત્યારબાદ ત્યાં રહેલા સાધુ ભગવંતોએ ગુરુભગવંતને એમનો પરિચય આપતાં કહ્યું કે, “આ રુદ્રસીમાનો પુત્ર સમગ્ર વેદ અને વેદાંગનો પારગામી આર્યરક્ષિત નામે બ્રાહ્મણ પુત્ર છે. જેનો ગઈકાલે જ ગજની અંબાડી પર બેસાડીને રાજાએ મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો હતો. આ ક્યાંથી ય શ્રાવકની સામાચારી શીખેલા નથી.” ત્યારે આર્યરક્ષિતજીએ કહ્યું કે – “ભગવંત ! મને તો શ્રાવકપણું હમણાં જ પરિણામ પામ્યું છે. માતાના કહેવાથી દૃષ્ટિવાદ ભણવા હું આપની પાસે આવ્યો છું. આપ કરુણા કરી મને દૃષ્ટિવાદ ભણાવશો !” ગુરુભગવંતે કહ્યું, “દૃષ્ટિવાદ ભણવો હોય તો એમને એમ ન ભણાય. એ માટે પહેલાં સાધુપણું લેવું પડે, એ માટે સંસાર છોડવો પડે.” તારી એ તૈયારી છે ?' જવાબમાં આર્યરક્ષિત જીએ કહ્યું - “ભગવંત! દૃષ્ટિવાદ ભણવા માટે જે કાંઈ કરવું પડે તે બધી જ મારી તૈયારી છે. મારી માતાએ મને કહીને મોકલ્યો છે કે, ગુરુ મહારાજ જેમ કહે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org