________________
268
૨૯૮
૧ – આગમ જાણો! શ્રી પાર્શ્વપ્રભુના શાસનના એ આચાર્ય ઉદય અને પેઢાલનો ગણધર ભગવંત શ્રીગૌતમસ્વામીજી મહારાજા સાથે મોટો સંવાદ થયો છે. આચાર્યોની કક્ષાના એ મહાપુરુષો પરસ્પર મળ્યા હશે અને તેમની વચ્ચે સંવાદ થયો હશે, તો તે સંવાદ કેવો હશે ?
ઉદય અને પેઢાલ આચાર્યે શ્રીગૌતમસ્વામીજીને કહ્યું કે, “આપણે બંને મોક્ષમાર્ગના ઉપાસક છીએ. આહન્દુ ધર્મના આરાધક છીએ, છતાં આપણા આચારોમાં આટલો ફરક કેમ ? તે બધા પ્રશ્નોનાં સમાધાન ગૌતમ મહારાજાએ આપ્યા છે. ત્યારપછી આચાર્ય ઉદય અને પેઢાલે પોતાના પરિવાર સાથે ચતુર્યામવાળો ધર્મ છોડ્યો અને પાંચમહાવ્રતવાળો આચાર ધર્મ સ્વીકાર્યો.
આખો એ સંવાદ તમે સાંભળશો-જાણશો ત્યારે ખબર પડશે કે, શાસનનું સંક્રમણ કેવી રીતે થાય છે ? આ સાતમું અધ્યયન પૂર્ણ થતાં બીજો શ્રુતસ્કંધ અને શ્રી સૂયગડાંગ પણ પૂર્ણ થાય છે. સભાઃ ચાર મહિનામાં પૂર સંભળાવશો ? પૂરું થાય તેમ લાગે છે ? સભાઃ જો ચાર મહિનામાં પૂરું ન થાય તો અમારે શું કરવું ?
જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી અમારી સાથે રહેવાનું નક્કી કરો. આનો રસ એટલા માટે જગાડ્યો છે કે, આપણા જીવનની સાર્થકતા ક્યાં છે, તેનો સૌને ખ્યાલ આવે ! અહીં રજૂ થતી આની આછેરી ઝલકનો જો આટલો આનંદ હોય તો જ્યારે એ મહાસાગરમાં ડૂબકી મારીને તેનાં મહામોતી મેળવીશું ત્યારે તેની અનુભૂતિ કેવી હશે ? શ્રુત મહાસાગરમાં ડૂબકી મારવાનો આનંદ :
હવે તમને સમજાશે કે, પૂજ્યપાદ આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે એક દૃષ્ટિવાદ ભણવા સંસાર ત્યાગ શા માટે કર્યો ? હવે સમજાશે કે રાજપુરોહિત હરિભદ્ર બ્રાહ્મણે માત્ર એક ગાથાનો અર્થ જાણવા માટે સંસારત્યાગ શા માટે કર્યો ? અને એ જ્ઞાન મેળવ્યા પછી એમણે કેવી મહાનંદની-પરમાનંદની અનુભૂતિ કરી, તેનો તમને કાંઈ ખ્યાલ છે ખરો ? આ બધું ક્યારે વિચારશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org