SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ૧ - આગમ જાણો ! 84 પરમાત્માની પ્રતિમા તો બોલતી નથી ને ? છતાં તારક એવી તે પ્રતિમાનાં દર્શનથી પણ કેટલાક રોષે ભરાય છે, તેમાં શું પ્રતિમાનો વાંક છે ? સ્તવનમાં પણ કહ્યું છે ને – સજ્જન નયન સુધારસ અંજન, દુર્જન રવિ ભરણી’ સજ્જનોની આંખ માટે અમૃતનું અંજન તો દુર્જનો માટે ભરણી નક્ષત્રના ભયાનક સૂર્ય સમાન.” એટલે એક વાત સમજી લો કે જૈનશાસનના કોઈ પણ ધર્મોપદેશક કોઈપણ જાતના દુન્યવી સ્વાર્થને રાખ્યા વગર નિઃસ્વાર્થભાવે નિષ્કપાયભાવે, એટલે કે રાગ-દ્વેષની પરિણતિને અધીન થયા વગર પ્રભુની આજ્ઞા મુજબ વિવેકપૂર્ણ વાણીથી શાસ્ત્રીય સત્યોનું નિરૂપણ કરે અને અસત્યોનું ખંડન કરે ત્યારે તેનાથી જો કોઈને રાગ-દ્વેષ થાય તો તેની જવાબદારી ધર્મોપદેશકની રહેતી નથી અને તે ધર્મોપદેશકને એ નિમિત્તે કોઈ પણ જાતનો પાપબંધ થતો નથી. ઉપરથી માર્ગની યથાર્થ પ્રરૂપણા કરવાને કારણે અપાર લાભ થાય છે. આમ છતાં આ રીતે રાગ-દ્વેષ થવાનો હાઉ ઉભો કરીને જેઓ શાસ્ત્રીય વાતોને રજુ થતી અટકાવવાનો પ્રયત્ન કરે છે તેમને અને જેમને સત્ય સમજવાની ભાવના થઈ હોય તેમની તે ભાવનાને રાગ-દ્વેષના નામે જે તોડી પાડે છે તેમને માર્ગ અવરોધનું પાપ જરૂર લાગે છે. જે કોઈ સત્યના અર્થી હોય તે દરેકે શાસ્ત્રીય સત્યોને સમજવાનો યથાશક્તિ નિરંતર પ્રયત્ન કરવો જ જોઈએ અને સમર્થ ઉપદેશકોએ એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. વિવેકપૂર્વક આ પ્રવૃત્તિ કરતાં કોઈને રાગ-દ્વેષ થાય તો તેનું પાપ સત્યના અર્થીઓને કે પ્રરૂપકોને ક્યારેય લાગતું નથી. મારી વાત પણ શાસ્ત્રાધારે સત્ય લાગે તો જ સ્વીકારવાની. જો હું એમ કહું કે “અહીં જે કહેવામાં આવે તે સાંભળી લેવાનું, કશું જ પૂછવાનું નહિ. મારા ઉપર શ્રદ્ધા રાખવાની, બાબા-વાક્ય પ્રમાણે કરીને હું કહું તે માની લેવાનું,” - આવું કહીને હું જે કહું તે માની જ લેવાનો આગ્રહ રાખું કે લાદવાનો પ્રયત્ન કરું તો મારી વાત પણ નહિ સાંભળવાની.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy