________________
શ્રી સૂયગડાંગ આગમ બહુમાન ગીત
(રાગ : મૈયા.... હો.... ગંગા મૈયા) દિવો... હો... આગમ દીવો. દીવો... હો આગમ દીવો.
હડકશ્રી વીરજીએ દીધો આ આગમ દીવો, શ્રી દુપ્પસહસૂરિ સુધી ચિરંજીવો.. હો ચિરંજીવો. આં. પ્રભુ મહાવીરે કેવળ લીધું, ગૌતમ આદિને જ્ઞાન જ દીધું, પાવાપુરી જિહાં, સંઘ સ્થાપ્યો તિહાં, શ્રુત-સરિતા વહેણને વહેતું કર્યું. ૧ બે ઘડીમાં રચે ચૌદ પૂર્વ, દ્વાદશાંગ રચે અપૂર્વ, સવિ ગણધર દેવો, દીએ આગમ દીવો, અજ્ઞાન ભવોનું જે દૂર કરે. ૨ એમાં બીજું છે સૂયગડાંગ, સોહમ જંબૂને કહે એ અંગ, હવે જાગો વત્સ! જાણો બંધન સમસ્ત!તોડી અસ્ત કરી દો ભવ-બંધનનો. ૩ એમાં ભાખ્યો છે દર્શનવાદ, “ધર્મ' નામે અધર્મોના વાદ, એને દૂર કરી, સત્ય દર્શન વરી, ભવસાગર તરી લેજો પલકમાંહી. ૪ બંધન-મુક્તિ અપાવે આ ગ્રંથ, એનો ભાવ સુણાવે નિગ્રંથ, ગુણ-કીર્તિયશ, સૂરિ ચરણવશ, મુનિ રત્નશ સુણે હરખ ધરી. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org