SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ – ૧ – આગમ જાણો! 258 તે આત્માઓ ધન્ય છે, જેમને પરમતારક પરમાત્માના પાવન મુખેથી સૂયગડાંગ સૂત્ર'નો મહાન અર્થ જાણવા મળ્યો ! તે આત્માઓ પણ ધન્ય છે કે, જેને ગણધર ભગવંતોના પાવન મુખેથી આ મહાન આગમોનું શ્રવણ કરવાની તક મળી. તે શિષ્યો પણ ધન્ય છે કે જેણે યોગ્યતા કેળવી, યોગ વહી, ગુરુકૃપા પામી ગુરુમુખે પંચાંગી સાથે આ આગમને પ્રાપ્ત કર્યું. તેના મર્મને પામ્યા, તેના મર્મને પામીને ઊંડી સદુહણા કેળવી. તેના સથવારે આ અંગે આગમનાં સૂત્ર-પદોને સાધના માર્ગે પ્રવર્તાવ્યાં અને એ દ્વારા અનાદિકાળથી આત્માને ભવમાં રઝળાવતા અને દુઃખી દુઃખી બનાવતા સર્વ કર્મોનો ક્ષય કરી શુદ્ધ ચેતનાને પ્રગટાવીને સાદિ અનંત ભાંગે સિદ્ધિસુખના ભોક્તા બન્યા તે બધા ધન્ય છે. આ સાધનાનો પૂરો પુરુષાર્થ કરવા છતાં ભવિતવ્યતા આદિ કારણે જેમની સાધના અધૂરી રહી તેવા આત્માઓએ પણ પોતાની એ પ્રારંભ કરેલી સાધના આગળ વધીને પરિપૂર્ણ થાય તેવી ઉજળી પરંપરાવાળી સદ્ગતિની પ્રાપ્તિ કરી, તે પણ ધન્ય છે. આપણે પણ ધન્ય બનવું છે. આના એક એક સૂત્રોને તેના એક-એક અર્થને પંચાંગીના આધારે આપણી લાયકાત, આપણી ક્ષમતા, આપણી ભૂમિકા અનુસાર પામવો છે. એ ક્યારે પમાશે તેની ખબર નથી. પણ અંશે-અંશે તેનો પરિચય તો મેળવી જ લઈએ. પરિચય થશે તો પ્રીતિ થશે, પ્રીતિ જાગશે તો ભક્તિ પ્રગટશે, ભક્તિમાંથી અનુસરણ અને અભેદ-અસંગભાવ પ્રગટશે. આ ક્રમ છે. માટે સૌથી પહેલાં પરિચય મેળવવો જરૂરી છે. એ ઉપકાર નિયુક્તિકાર ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાનો છે કે જેમણે આ સૂત્રકૃતાંગની નિયુક્તિ સ્વરૂપ વ્યાખ્યા કરતાં પ્રારંભમાં જ આ મહાન સૂત્રનો આપણને પરિચય આપ્યો છે. આગમ અને જિનેશ્વરોનો સંબંધ ? એકની આરાધના બીજાની આરાધના છે, એકની વિરાધના બીજાની વિરાધના છે : સભાઃ અંગ કોને કહેવાય ? અંગીના જે વિભાગ, તેને અંગ કહેવાય. જેને અંગ હોય તેને અંગી કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy