SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ – ૧૦ : આખ કહે તે પ્રમાણ ! તો આખ કોણ? - 10 – 221 બીડાં ખાનારાં, સિગારેટ પીનારા, બધા વ્યસનોમાં પૂરા, સટોડીયા-તોફાનીદેવ-ગુરુ-ધર્મના કટ્ટર વિરોધી એવા લોકોનાં પણ જીવન આ પ્રવચનો સાંભળીને પલટાયાં. તેમના શરણે આવ્યા, તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેમના શિષ્યોનો પહેલી હરોળનો ફાલ તેમાંથી જ ઉભો થયો. આ તેમના વ્યાખ્યાનોની બેઠી તાકાત હતી. એવી જ એક વ્યક્તિ – નાસ્તિકતામાં પૂરી, સુધારાવાદના પવનમાં આવેલી, રાષ્ટ્રીય ચળવળમાં ચડેલી, એ મહાપુરુષને ભીડાવવા આવેલી, અફળાવવા આવેલી. તેમના વ્યક્તિત્વનું હનન કરવા આવેલી, પણ જ્યાં આગમનાં પાનેપાને વર્ણવાયેલા ચરણકરણાનુયોગની વાતો સાંભળી, ચારિત્રની વાતો સાંભળી ત્યાં જ તેમનું જીવન પલટાયું ને એ વ્યક્તિ પામી ગઈ. એ ધોધ વહેતી વાણીએ મડદાને પણ જીવતાં કર્યા હતાં. તેમાં જિનવાણી સંજીવનીનો છંટકાવ કરી ચૈતન્યનો સંચાર કર્યો હતો. એ વ્યાખ્યાનો “આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો' નામે સેટ રૂપે પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એ ગુરુદેવની વ્યાખ્યાન-વાણીની જો આ તાકાત અનુભવાતી હોય તો મૂળભૂત ભવોચ્છેદક તીર્થકરોનો જેમાં પ્રાણ પૂરાયેલો છે, ગણધર ભગવંતોની જે રચના છે અને મહાપુરુષોની જે વ્યાખ્યા : તેનો ધબકાર કેવો હશે ? તે વાણીની તાકાત કેવી અનુપમ હશે ? તમે જરા કલ્પના કરી જુઓ મહાનુભાવ ! ત્યારબાદ બીજા અંગ સૂત્ર સૂયગડાંગજીમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વાત કરવામાં આવી છે. એમાં ચરણ-કરણાનુયોગ વગેરેની વાતો પણ છે. આમ છતાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. અનુયોગ એટલે વ્યાખ્યા કે વ્યાખ્યાન. દ્રવ્યાનુયોગ એટલે ‘દ્રવ્યની વ્યાખ્યા.” વિશ્વમાં છ દ્રવ્યો છે – ૧ - ધર્માસ્તિકાય, ૨ - અધર્માસ્તિકાય, ૩ - આકાશાસ્તિકાય, જ - પુદ્ગલાસ્તિકાય, ૫ - જીવાસ્તિકાય અને ૬ - કાળ. એક કાળને છોડી દો તો બાકીના પાંચ દ્રવ્યો “અસ્તિકાય' કહેવાય. એટલે પંચાસ્તિકાય. આ પદ્રવ્યોનું નિરૂપણ યથાસ્થિતપણે એક માત્ર જૈનદર્શન જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy