________________
૧૧૯ – ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી - 6 – 119
રાજાએ આંખ લાલ કરીને કહ્યું કે, “જો સાંભળ, તું ગુલામ છે. તારી કોઈ સ્વતંત્રતા નથી.
તારા પોતાના વિચારોને કોઈ સ્થાન નથી. તારા માલિકની આજ્ઞા મુજબ પક્ષીને મારવું જ પડશે અને જો તું એ માટે તૈયાર ન હોય તો હવે તને હાથીપગે કરવામાં આવશે.”
એ જમાનાના રાજવીઓ પોતાની આજ્ઞા ન માનનારને હાથીના પગ નીચે કચડી નાંખવાની આજ્ઞા કરતા. એને માટે “હાથીપગે કરવો' એવો શબ્દ વપરાતો.
આ સાંભળી શ્રાવક થરથરી ગયો. તે રાજાને પગે પડીને જીવિતદાન આપવા વિનવવા લાગ્યો. પણ એને એ જીવને મારવાનો વિચાર સુદ્ધાં ન આવ્યો.
રાજાએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, “જો તારે તારો નિયમ પાળવો હોય તો મરવા તૈયાર રહેવું પડશે અને જીવવું હોય તો માલિકની આજ્ઞા માનવી પડશે.'
આ સ્થિતિમાં ય નિયમ ભંગ કરવાની તેની તૈયારી ન હતી. નિયમને જાળવવા તે મોતને ભેટવા તૈયાર થયો.
નગરના એક મેદાનમાં એને ઉભો કરવામાં આવ્યો. ચારેય તરફ નગરજનો ગોઠવાઈ ગયા. રાજાનો આદેશ થતાં કેળવાયેલા હાથીને મેદાનમાં લાવવામાં આવ્યો.
હાથીને જોતાં જ જીવતું જાગતું મોત આવી રહ્યું હોય તેવો તેને અનુભવ થયો. આમ છતાં નિયમ ભંગ માટેનો વિકલ્પ પણ એના મનમાં ન ઉઠ્યો.
સૌના જીવ અદ્ધર હતા. સીધો સાદો માણસ આજે હાથીપગે થવાનો હતો. અપરાધ એનો એટલો જ હતો કે એના માલિકની પક્ષીવધની આજ્ઞા એણે માની ન હતી.
હાથી બરાબર શ્રાવકની નજીક આવી ગયો. રાજાએ છેલ્લો ચાન્સ આપતો હોય તેમ પૂછયું : “મને તારા જેવા સારા માણસ ઉપર દયા આવે છે. હજુ પણ તને જીવતો છોડી મૂકવા હું તૈયાર છું, જો તું એકવાર તારા માલિકની આજ્ઞા માનવા તૈયાર હોય તો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org