SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ - ૧ - આગમ જાણો ! – 120 શ્રાવકે બે હાથ જોડ્યા. મસ્તક નમાવી તેણે પોતાના ચહેરા ઉપરની દૃઢતા દ્વારા જ નકારમાં જવાબ આપ્યો. રાજાએ મહાવતને આદેશ કર્યો અને હાથીએ પોતાની સૂંઢ એની ચારેય બાજુ વીંટી દીધી. તે વિચારે તે પહેલાં તેને ઊંચો કર્યો. શ્રાવકે જોયું કે હવે મૃત્યુને ઝાઝું છેટું નથી. તેણે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું, મનોમન ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતગર્તા અને સુકૃત અનુમોદના કરી, હૈયાથી રસોઈયા અને રાજા સાથે પણ ક્ષમાપના કરી અને મૃત્યુને ભેટવાની પૂરી તૈયારી કરી લીધી. હાથીએ બે પગ પહોળા કર્યા અને શ્રાવકને બે પગ વચ્ચે અંદર-બહાર કરવા લાગ્યો. છેવટે એને ઊંચો કરીને જમીન ઉપર મૂક્યો અને એના ઉપર પોતાનો પગ ગોઠવ્યો. હાથી પૂરો કેળવાયેલો હતો, હજુ એણે પગનું જરાય વજન એના ઉપર આપ્યું ન હતું. સૌના શ્વાસ અદ્ધર હતા. એક એક ક્ષણ. બહુ જ ધીમે ધીમે પસાર થઈ રહી હતી. ચારેય તરફ નરી સ્તબ્ધતા હતી. હવે માત્ર રાજાના છેલ્લા આદેશની રાહ જોવાતી હતી. મૃત્યુને દ્વારે પહોંચેલો એ શ્રાવક પ્રતિજ્ઞા પાલનના ભાવોમાં સુદઢ હતો. અરિહંતાદિના શરણે જીવન સમર્પિત કરીને તે નિર્ભય બન્યો હતો. અંતિમ પળોની સમાધિને સાધી લેવા એ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બન્યો હતો. હવે જીવવાની કે મરવાની એને કોઈ ઈચ્છા ન હતી. જીવનની અંતિમ પળો સુધી વ્રત અખંડ રહ્યું, તેનો તેને પૂરો આત્મસંતોષ હતો. જીવરક્ષા માટે જીવન અર્પણ કરવાનો અને આનંદ હતો. હવે એ જીવન-મૃત્યુના વિચારોથી પણ મુક્ત થઈ ગયો હતો અને પરમપદના ધ્યાનમાં એ લીન બની ગયો હતો. ત્યાં જ અચાનક રાજવીનો અવાજ આવ્યો ! હજુ પણ અવસર છે, છેલ્લો ચાન્સ છે, તારી અને મૃત્યુ વચ્ચે હવે જરાય અંતર રહ્યું નથી. છતાં જો તારે માલિકની આજ્ઞા પાળવાની તૈયારી હોય તો હજુ પણ તું તારા મૃત્યુને હડસેલી શકે છે અને જીવનના ઉજાસને ફરી પણ માણી શકે છે. હજુ કાંઈ બગડી ગયું નથી.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy