SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! જોયું તે ખોટું ? હવે તો તારે આવવું જ જોઈએ. આજે તો લગભગ આવવામાં કોઈ જ બાકી નથી રહ્યું. ચાલ, જલ્દી કર ! જો આ તક ગઈ તો હવે તારા જીવનમાં આવી કોઈ તક ક્યારેય નહીં આવે.’ એના જવાબમાં સુલસાએ કહ્યું કે, ‘તીર્થંકર ૨૪ જ હોય, ૨૫મા તીર્થંકર હોય જ નહિ.’ આ રીતે સુલસા ન ગઈ તે ન જ ગઈ. અંબડ પરિવ્રાજકને થયું, ખરેખર આ દૃઢધર્મી છે. સભા : સાહેબ ! આ બધું અંબડ પરિવ્રાજકે કેવી રીતે કર્યું ? ૧૧૪ દુનિયામાં ન હોય તેવું ઈન્દ્રજાળથી શક્ય બને છે. હોય કાંઈ નહિ પણ દેખાય એવું કે જાણે બધું જ હાજરાહજુર છે. આ એક કારીગરી છે. આજે જેમ જાદુગરો કલાબાજી કરી સ્ટેજ ઉપર જહાજ, ટ્રેઈન કે પ્લેન લાવી ગાયબ કરી બતાવે છે, તે જેમ એક પ્રકારની કળા છે, તેમ ઈન્દ્રજાળ પણ એક પ્રકારની કળા જ છે, એમાં કોઈ તત્ત્વ નથી, 114 કલ્પના કરો કે પાલીતાણામાં આવું દૃશ્ય સર્જાય તો આ સભાની હાલત શું થાય ? સભા : પરીક્ષા લો ! પરીક્ષા કોની લેવાય ? ભણે તેની. અત્યારે કોઈ દેખાતું નથી. વગર ભણે પરીક્ષા શું લે ! બહાર ખાલી ઢોલ વાગે ને નજર એ તરફ જતી હોય તો પરીક્ષા શું લેવાની ? સભા : તાજમહાલ જોવા જવાય કે નહિ ? થોડું છોડી વધુ મેળવવા જવું હોય તો જવાય કે નહિ ? એટલે કે હેરાસર છોડવું એ થોડું છોડવું ને મસ્જિદમાં જવું એટલે ઘણું મેળવવું એમ ! આટલું વિગતવાર સાંભળ્યા પછી પણ હજુ આવા પ્રશ્નો ઉઠતા હોય તો હવે તમારી પ્રજ્ઞાશીલતા માટે પ્રશ્ન ઉઠે છે. સભા : ૨૧૧ ઉપવાસ કોઈએ કર્યા હોય તેની અનુમોદના કરાય કે નહિં ? એના પારણાં કે બહુમાનમાં જવાય કે નહિ ? અનુમોદના કોની કરવાની ? જે જિનાજ્ઞાને અનુસરતું હોય તેની. જિનવચનની ઉપેક્ષા જો કોઈ કરે તો તેની અનુમોદના ન હોય. તેમ જિનાજ્ઞાથી વિપરીત અનુષ્ઠાન થતું હોય ત્યાં જૈનથી જવાય જ કેમ ? આપણે ત્યાં છ મહિનાથી વધુ ઉપવાસનો સ્પષ્ટપણે નિષેધ મળે છે. તેથી એથી વધુ ગમે તેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy