SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આગમ જાણો ! આગમો તો પાત્રતા કેળવીને ગુરુનિશ્રાએ જ સાંભળવાનાં-ભણવાનાં છે. એ વિના જે ભણે તેને સર્વત્ર વિસંવાદનાં જ દર્શન થવાનાં અને એ દ્વારા એનો વિનિપાત જ સર્જાવાનો. ૧૦૦ 100 સભા : વિસંવાદ એટલે શું ? પરસ્પર વિરોધ, અસત્ય, ત્રુટી, ખામી, અપૂર્ણતા તે વિસંવાદ. આંખે નંબર આવ્યા હોય તેને આકાશમાં એક ચંદ્ર હોવા છતાં કોઈને બે, ત્રણ, આઠ દેખાય તેમ બને. પણ તે જેવું જુવે છે તેવું તો છે નહીં. આમ છતાં એને જે દેખાય છે તે એની પોતાની દૃષ્ટિની વિકૃતિ છે, તેના કા૨ણે જ. તેમ જેને જ્ઞાનાવરણીય કર્મનો, દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ નથી થયો તેને સુસંવાદી એવા ય આગમોમાં પદે પદે વિસંગતિ જ દેખાવાની એ ચોક્કસ વાત છે. સભા : જેનો ક્ષયોપશમ સારો હોય તે તો જાતે ભણી શકે ને ? પહેલાં એ સમજો કે ક્ષયોપશમ સારો કોને કહેવાય ? જે ક્ષયોપશમ માર્ગસ્થ હોય તેને સારો કહેવાય. જે ક્ષયોપશમ તીવ્ર હોવા છતાં માર્ગસ્થ ન હોય તેને સારો ન કહેવાય. શાસ્ત્રીય શૈલીમાં કહું તો દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી સંવલિત એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને સારો કહેવાય. પણ દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ વિનાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને ક્યારેય સારો ન કહેવાય. અયોગ્યને જ્ઞાન ન અપાય, આપે તો... : જેનો આ રીતે સારો ક્ષયોપશમ હોય તેને ક્યારેય ગુરુગમ વિના જાતે ભણવાની ઈચ્છા જ ન થાય. કારણ કે આગમાદિનું જ્ઞાન ગુરુની ઉપાસના પૂર્વક જ મેળવવાનું છે. ઉપાસનાનો અર્થ જ એવો છે કે ‘પ’ એટલે ગુરુની સમીપે અને ‘આપના’ એટલે બેસીને મેળવાય-પ્રાપ્ત કરાય તે ઉપાસના. એ જ રીતે ઉપદેશનો અર્થ પણ એવો જ છે કે ગુરુની પાસેથી જે જણાય, મેળવાય તે ‘ઉપદેશ.' કોઈ પણ સાચા દૃષ્ટિકોણથી વિચારશો તો તમને સમજાશે કે આગમ શાસ્ત્રોનું શ્રવણ-અધ્યયન જાતે નથી કરવાનું, ગુરુની આજ્ઞાપૂર્વક, ગુરુની નિશ્રામાં જ કરવાનું છે. જેઓ આ માર્ગ મર્યાદા ભૂલ્યા છે, તેમણે તો દાટ વાળ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy