________________
લક્ષ્ય અને લક્ષણ (બન્ને) વ્યાકરણ થશll૧૪|| લક્ષ્ય અને લક્ષણ બન્ને મળીને વ્યાકરણ થશે.પણ લક્ષ્ય એટલે શું અને લક્ષણ એટલે શું? “શબ્દ” એ લક્ષ્ય છે, જયારે ‘સૂત્ર” એ લક્ષણ છે. આમ હોવા છતાં આ દોષ આવશે, કારણ કે સમુદાય (અર્થાત્ વ્યાકરણ) ના અર્થમાં પ્રયોજાતો શબ્દ અવયવ (અર્થાત્ સૂત્ર) ને લાગુ નહીં પડે, જો કે સૂત્રોનો અભ્યાસ કરનારને પણ વૈયાકરણ ગણવો જોઇએ. એ દોષ નહીં આવે, કારણકે સમુદાયના અર્થમાં પ્રયોજાતા શબ્દો અવયવ માટે પણ પ્રયોજાય છે, જેમ કે પૂર્વે પાટા (પૂર્વનો પાંચાલ દેશ) સત્તરે પત્રિા (ઉત્તરનો પાંચાલ દેશ), તૈ૪ મુમ્ (તેલ ખાધું), પૃત મુમ્ (ઘી ખાધું), સુનીત્રઃ Mઃ (શ્વેત,નીલ,કાળો વગેરે). એ જ રીતે સમુદાયના અર્થમાં વપરાતી વ્યાકરણ” શબ્દ અવયવ (અર્થાત્ સૂત્ર તેમ જ શબ્દ)નો અર્થ પણ બતાવે છે. અથવા તો વ્યાકરણ”નો અર્થ સૂત્ર લેવામાં પણ વાંધો નથી.પણ અમે કહ્યું તો ખરું કે વ્યાકરણનો અર્થ ‘સૂત્ર’ લઈએ તો (વ્યાકરણનું સૂત્ર’ એ પ્રયોગમાં) ષષ્ઠી વિભક્તિનો અર્થ બંધબેસતો નથી. એ દોષ નહીં આવે.વ્યપદેશિવભાવથી (ષષ્ઠીનો यदप्युच्यते शद्वाप्रतिपत्तिरिति न हि सूत्रत एव शब्दान्प्रतिपद्यन्ते। किं तर्हि । व्याख्यानतश्चेति। परिहृतमेतत्तदेव सूत्र विगृहित व्याख्यानं भवतीति। ननु चोक्तं न केवलानि चर्चापदानि व्याख्यानं वृद्धिः आत् ऐजिति। किं तर्हि । उदाहरणं प्रत्युदाहरणं वाक्याध्याहारः इत्येतत्समुदितं व्याख्यानं भवतीति। अविजानत एतदेवं भवति । सूत्रत एव हि शब्दान् प्रतिपद्यन्ते। आतश्च सूत्रत થવા યો સૂત્ર થયેન્નાલો હોત .
‘મય નૌઃ' એમ કહેવામાં આવે ત્યારે અન્ય વાચક શબ્દોની નિવૃત્તિ થાય છે અને આમ એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે તે ઉપરથી તેના જેવા અન્ય સર્વ શબ્દોની પ્રતીતિ થાય છે. એ જ રીતે “જેના વડે સ્પષ્ટીકરણ થાય તે વ્યાકરણ’ એમ વ્યુત્પત્તિ કરીએ તો પણ શબ્દ દ્વારા શબ્દનું સ્પષ્ટીકરણ થાય છે માટે વ્યાકરણનો અર્થ શબ્દ કરીએ તો પણ તે સ્પષ્ટીકરણનું સાધન હોવાથી સાધનવાચી ન્યુબંધ બેસે છે.
પીટીઃ શબ્દ સમગ્ર પાંચાલ દેશ માટે પ્રયોજાય છે, પરંતુ પૂર્વે પાટા ઉત્તરે પચીટા વગેરેમાં સમગ્ર દેશ માટે ન વપરાતાં માત્ર પૂર્વ કે ઉત્તર ભાગ માટે પ્રયોજાયો છે. અહીં એકદેશ ઉપર સમુદાયનો આરોપ કર્યો છે. તે જ રીતે તૈ૪ મુન્ પૂર્વ મુt| વગેરેમાં તેલ કે ઘી ઔષધ તરીકે થાડી માત્રામાં લેવામાં આવ્યાં હોય અથવા તેલ કે ઘીવાળો પદાર્થ ખધો હોય, એકલું તેલ કે ઘી ન ખાધું હોય તો પણ તૈમ્, ધૃતમ્ વગેરે શબ્દો પ્રયોજાય છે. તે પ્રમાણે જુદા ની વગેરે પ્રયોગોમાં પણ સમગ્ર વસ્તુ શ્વેત કે નીલ ન હોય, તેનો થોડો ભાગ અન્ય વર્ણનો હોય, તો પણ તે વસ્તુ વિશે શુ નઃ વગેરે પ્રયોગ કરવામાં આવે છે. જેમ વનનો એક ભાગ જ પુષિત થયો હોય છતાં “પુષિત વન” એમ પ્રયોગ થાય છે .આ સર્વ પ્રયોગોમાં એકદેશ ઉપર સમુદાયનો આરોપ થયો છે તેમ વ્યાકરણ શબ્દ સમુદાયના અર્થમાં છે તેમ તેના અવયવના અર્થમાં પણ છે.
અર્થાત્ પ્રધાનને અનુલક્ષીને જે વ્યવહાર થાય છે તે ગૌણને પણ થઈ શકે' એ ન્યાયે અર્થાત્ પ્રધાનભૂત (અવયવીક વ્યાકરણ) ને વિશે થતો વ્યવહાર ગૌણભૂત (અવયવ સૂત્ર) ને વિશે પણ થઇ શકશે.સામાન્યતઃ કોઇ પદાર્થને માટે વિશિષ્ટ નામ (વ્યારા) આપવામાં આવે ત્યારે તે માટે ખાસ કારણ હોય છે. આ રીતે કારણવશાત્ મુખ્યાર્થમાં જેને માટે વ્યપદેશ કરવામાં આવે તે પદાર્થ વ્યપદેશી કહેવાય. કેટલીક વાર કોઇ પદાર્થને અનુલક્ષીને આ પ્રકારનો વ્યપદેશ કરવા માટે કંઈ કારણ ન હોય તેમ છતાં તેને વિશે એ પ્રકારનો વ્યપદેશ કરવામાં આવે છે. આવા પ્રસંગે જે વ્યપદેશી નથી તેને વ્યપદેશી જેવો ગણીને જે પ્રયોગ કરવામાં આવે છે તે વ્યપદેશિર્ભાવ. જેમ કે રાહુ અને તેનું માથું એ એક જ વસ્તુ છે (કારણ કે માથાવાળા ભાગને જ રાહુ કહેવામાં આવે છે). છતાં રાણોઃ શિરડી એમ પ્રયોગ થાય છે. અહીં રાહુ એ શબ્દ સમુદાયવાચી તરીકે અને શિર એ શબ્દ અવયવવાચી તરીકે લઇને પ્રયોગ કરવામાં આવ્યો છે તેથી જ બન્ને એક હોવા છતાં ભેદ હોય તેવો વ્યવહાર થયો છે. તે રીતે ચારિત્ર્ય સૂત્રમ્ એ પ્રયોગમાં પણ વ્યાકરણ શબ્દ વડે સ્પષ્ટીકરણના કાર્યમાં શાસ્ત્ર કરણ છે તેમ સૂચવાય છે. જયારે સૂત્રધારા શાસ્ત્રનું સમુદાય સ્વરૂપ બતાવાય છે. સંસારમાં પણ કોઇ વ્યક્તિને અનેક પુત્ર હોય તો ગમે તે પુત્રને જયેષ્ઠ કે કનિષ્ઠ કહી ન શકાય પણ જે સૌથી મોટો હોય તેને જયેષ્ઠ અને સૌથી નાનો હોય તેને કનિષ્ઠ કહે છે. પરંતુ કોઇને એક જ પુત્ર હોય તો તેને જયેષ્ઠ કે કનિષ્ઠ એમ કવચિત્ કહે છે, કારણ કે ત્યાં જયેષ્ઠ વગેરે વ્યપદેશ કરવા માટે કોઈ કારણ નથી માત્ર વ્યપદેશિવમ્ભાવને આધારે તેવો વ્યવહાર કરવામાં આવે છે. (જુઓઃ ભર્યું.પૃ.૪૮; ૫.શે.વા, પૃ.૧૦૯ ; ગદા પૃ.૫૯ ; પ્ર.ઉ.પૃ.૭૨).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org