________________
अनुकरणं शिष्टाशिष्टाप्रतिषिद्धेषु यथा लौकिकवैदिकेषु ॥३॥
अनुकरणं हि शिष्टस्य साधु भवति । अशिष्टाप्रतिषिद्धस्य वा नैव तद्दोषाय भवति नाभ्युदयाय । यथा लौकिकवैदिकेषु । यथा लौकिकेषु वैदिकेषु च कृतान्तेषु। लोके तावत् । य एवमसौ ददाति य एवमसौ यजते य एवमसावधीत इति तस्यानुकुर्वन्दद्याच्च यजेत चाधीयीत च सोऽप्यभ्युदयेन युज्यते। वेदेऽपि । य एवं विश्वसृजः सत्त्त्राण्यध्यासत इति तेषामनुकुर्वस्तद्वत्सत्त्रण्यध्यासीत सोऽप्यभ्युदयेन युज्यते ॥ अशिष्टाप्रतिषिद्धम्। य एवमसौ हिक्कति य एवमसौ हसति य एवमसौ कण्डूयतीति तस्यानुकुर्वन्हिक्केच्च हसेच कण्डूयेच्च नैव दोषाय स्यान्नाभ्युदयाय॥ यस्तु खल्वेवमसौ ब्राह्मणं हन्त्येवमसौ सुरां पिवतीति तस्यानुकुर्वन्ब्राह्मणं हन्यात्सुरां वा पिबेत्सोऽपि मन्ये पतितः स्यात्। विषम उपन्यासः। यश्चेवं हन्ति यश्चानुहन्त्युभौ तौ हतः । यश्च पिबति यश्चानुपिबत्युभौ तौ पिबतः । यस्तु खल्वेवमसौ ब्राह्मणं हन्त्येवमसौ सुरां पिबतीति तस्यानुकुर्वन्स्नातानुलिप्तो
અનુકરણ શિષ્ટ શબ્દોનું તેમજ પ્રતિષિદ્ધ ન હોય તેવા અશિષ્ટ શબ્દોનું હોય, લૌકિક અને વૈદિક (ષ્ટાન્તો) માં પણ એમ જ (હોય છે) || ૩ ||
શાસ્ત્રવિહિત શબ્દોનું અનુકરણ હોય તે સાધુ હોય છે, જયારે શાસ્ત્રવિહિત ન હોય તેમ પ્રતિષિદ્ધ પણ ન હોય તેવાનું અનુકરણ દોષ કે લાભ (કંઇ જ) આપતું નથી. જેમ લૌકિક અને વૈદિકમાં (હોય છે), અર્થાત્ લૌકિક અને વૈદિક દૃષ્ટાન્તોમાં હોય છે તેમ. લોકમાં તો, (કોઈ વ્યક્તિને અનુલક્ષીને)“એ આ રીતે દાન આપે છે”,“ એ આ રીતે યાગ કરે છે,” “એ આમ અધ્યયન કરે છે.” એમ (કહીને ) જે (માણસ) તેનું અનુકરણ કરીને દાન આપે, યાગ કરે, અથવા અધ્યયન કરે તેને પણ લાભ થાય છે. વેદમાં પણ
(લોકો) આ પ્રમાણે વિશ્વસૃજ્ સત્રો કરે છે,’ એમ (વિચારીને) જે તેમનું અનુકરણ કરીને તેમની જેમ સત્રો કરે છે તેનો પણ અભ્યુદય થાય છે. અશિષ્ટ છતાં પ્રતિષિદ્ધ ન હોય તે ઃ (કોઇ માણસ બીજાને જોઇને) તે આ રીતે હેડકી ખાય છે’, “તે આ રીતે હસે છે’, ’તે આ રીતે ખંજ્વાળે છે’, એમ (કહીને) તેનું અનુકરણ કરીને હેડકી ખાય, હસે, અથવા ખંજ્વાળે તો તેથી દોષ કે લાભ થતો નથી. પરંતુ એ આ રીતે બ્રાહ્મણને હણે છે’, ‘એ આમ દારૂ પીએ છે’, એમ (કહીને) તેનું અનુકરણ કરીને જે બાહ્મણને હણે અથવા દારૂ પીએ તે પણ પતિત થાય તેમ હું માનું છું. આ દૃષ્ટાન્ત બંધબેસતું નથી. (કારણ કે) આ રીતે જે હણે છે અને જે તેનું અનુકરણ કરે છે તે બન્ને હત્યા જ કરે છે. અને વળી જે દારૂ પીએ છે અને જે તેનું અનુકરણ કરીને પીએ છે તે બન્ને મદ્યપાન જ કરે છે.પરંતુ · એ આ રીતે બ્રાહ્મણને હણે છે’, ‘એ આ રીતે દારૂ પીએ છે’ એમ કહીને તેની નકલ કરવા માટે સ્નાન કરી,ચન્દન વગેરેનું વિલેપન કરી,
4
माल्यगुणकण्ठः कदलीस्तम्भं छिन्द्यात्पयो वा पिबेन्न स मन्ये पतितः स्यात् । एवमिहापि य एवमसावपशद्वं प्रयुङ्क इति तस्यानुकुर्वन्नपशद्वं प्रयुञ्जीत सोऽप्यपशद्वभाक्स्यात् । अयं त्वन्योऽपशद्वपदार्थकः शद्बो यदर्थ उपदेशः कर्तव्यः । न चापशद्वपदार्थकः शद्बो ऽपशद्बो भवति। अवश्यं चैतदेवं विज्ञेयम् । यो हि मन्यतेऽपशद्वपदार्थकः शद्बोऽपशद्बो भवतीत्यपशद्ब इत्येव तस्यापशद्वः स्यात्। न
વિષય થઇ શકે પરંતુ તે કારણે તૃત જેવી અન્ય સંજ્ઞાઓ શાસ્ત્રનો વિષયથઇ શકે તેમ માનવા માટે કોઇ પ્રમાણ નથી. ઉપરાંત સાધુ તેમ જ અસાધુથી બહિર્ભૂત હોય તે શબ્દો પણ શાસ્ત્રનો વિષય થાય તે વાત સાનુશાસનેસ્મિન્ શસ્ત્રે। એમ ભાષ્યમાંજે અનેક વાર કહેવામાં આવ્યું છે તેની સાથે સંગત નથી
” વાર્તિકકાર હૈં-કારોપદેશના બીજા પ્રયોજનનું ખંડન કરે છે ઃ સુરાપાનની જેમ જે પ્રતિષિદ્ધ હોય તેવા અશિષ્ટનું અનુકરણ સાધુ અનુકરણ ન હોઇ શકે, કારણ કે અનુકાર્ય દુષ્ટ હોય તો અનુકરણ પણ દુષ્ટ જ હોય.
58
* વિશ્વસૃનઃ સળિ અધ્યાસતે। અહીં કેટલાક વિશ્વસૃનઃ ને પ્રથમા બહુવચન લઇને ભારતે નો કર્તા ગણે છે. એ પ્રમાણે ‘વિશ્વસૃજો યજ્ઞ કરે છે (તેમનું અનુકરણ કરીને) અર્થ કરે છે.[જુઓ સુ.શા.(ભા.૧ પૃ.૧૦૯), ચારુ.(પૃ.૭૨)] વા.શાવિશ્વક્ષુનઃ એ ષષ્ઠી લઇને વિશ્વભૃત્ સત્ર રતાત (વિશ્વસૃજ્ યજ્ઞ કરે છે (મ.પૃ.૪૮).એમ અર્થ કરે છે. ષષ્ઠી લેવી એ વધુ યોગ્ય જણાય છે, કારણ કે ભાષ્યમાં પછી થી તદ્ભુતત્સત્રાય્ષ્વાસીત। એમ કહ્યું છે તેમાં તત્ સળિ તે વાતનું સમર્થન કરે છે. મહા.દી.(વી.સ્વા.આ.પૃ ૭૩) માં વિશ્વનિતઃ એમ પાઠાન્તર છે, જ્યારે (પ્રો.અભયં.આ.પૃ. ૬ ૨) માં વિશ્વપુનઃ જ પાઠ છે.
५३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org