________________
૧૪
લાગે, હે મનહર મુખવાળી કન્યા ! તારી ગાયે હું પાછી લાવી આપું છું. તું દોડતી નહીં કારણકે તારી સાથે વનના દિડવાથી અમારા ભૂપાળ તેમજ સકળ સિન્ય ભયભીત થાય છે માટે તું પાછી વળ. તારા વળવાથી વન વળશે હાથી ઘોડા અમને મળશે અને સર્વે સિનિકે શાંત થશે. આ સાંભળી વિદ્યુતપ્રભાને દયા આવી તેથી તે પાછી ફરી. સાથે સાથે વન પણ મુકામે આવ્યું. પતિના આદેશથી તેના સુભટે ગાયે પાછી લાવ્યા અને સર્વત્ર શાંતિ સ્થપાઈ પછી પ્રધાને કહ્યું, હે પ્રજાપતિ ! આપે જે અભૂત ઘટના દેખી તે આ કન્યાના માહાસ્યનો પ્રતાપ છે. રાજા વિચારે છે કે આ કોઈ સ્વર્ગથી ઉતરેલી દેવી તે નહિ હોય ? અથવા કઈ નાગ કન્યા હશે? અસુર કન્યા હશે? નહીતર
તિષી દેવી હશે ? પણ રાજાએ થોડી જ વારમાં તેના શારીરિક લક્ષણેથી નિશ્ચય કર્યો કે આ માનુષી જ છે. પણ દેવી નથી. વળી દુર્બળ શરીરના ચિન્હો પરથી એ નિશ્ચય કર્યો કે તે કન્યા કુમારી જ છે. એમ ધારી કપટ રહિત તે રાજા તેના પ્રતિ અનુરાગી થયો. ભૂપતિના ભાવ જાણું પ્રધાને કન્યાને કહ્યું ભદ્રે, આ જિતશત્રુ રાજા સાથે લગ્ન કરી તારા જન્મને કૃતાર્થ કર. ત્યારે કન્યા શરમાઈ ગઈ. એની દૃષ્ટિ ભૂમિમાં કાંઈક શોધવા લાગી અને નીચા મુખે તે બેલી. હે મંત્રીશ્વર, જે તમે કહો છો તે એગ્ય છે પણ સ્વમુખે વિવાહની વાત કુળવતી કન્યાને ન છાજે માટે પાસેના ગામમાં અગ્નિશર્મા નામના મારા પિતા રહે છે. તેમને પૂછો. પછી રાજાની અનુમતિ લઈ તે પ્રધાને, અગ્નિશર્મા પાસે જઈને રાજા માટે તેની કન્યાની માગણી કરી. તે સાંભળી