________________
૧૨
મને પછી ચિત્તવિભ્રમ થયું કે તે એક હકીકત હતી. એટલામાં કદી ન સાંભળેલી કર્ણપ્રિય આકાશવાણી સંભળાય છેઃ–હે બાળા, તારા વૈર્યથી હું સંતુષ્ટ થયેલ છું, તેથી તું મનવાંછિત વરદાન માગ. આમ બેલતે દિવ્ય રૂપધારી–હાર અર્ધહાર કુંડળ અને મુકુટથી વિભુષિત એવા દેવને જોઈ તે બાળા નિર્મળ ભાવથી બેલી હે દેવોમાં ઉત્તમ? જે તમે મારા ઉપર સંતુષ્ટ થયા છે તે તડકામાં ચરતી મારી ગાયોની અને મારી પણ રક્ષા થાય તેમ કરે. આ સાંભળી દેવ વિચારવા લાગે –આ બાળા કેવી મુગ્ધ છે કે સાક્ષાત્ કલ્પવૃક્ષ પાસેથી ધતુરાના ફળની માગણી કરે છે. ભલે તેને મનોરથ પૂર્ણ થાઓ. એમ વિચારી દેવે તેના ઉપર નંદનવન બનાવ્યું પછી વિપ્રસુતાને કહ્યું કે હે પુત્રી ! તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં સર્વ હતુઓનાં ફલકુલથી કુલેલું આ ઉદ્યાન તારી સાથે આવશે આ વનના ફળકુલ મનમેહક તેમ અમૃત સમાન મીઠાં સ્વાદવાળાં તે ઉપરાંત આ વૃક્ષો કલ્પવૃક્ષની જેમ તારી સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરશે. હે કુમારી, મેરુ પર્વતની ઉપર આવેલા નંદનવનમાં જેમ દેવાંગને કીડા કરે છે. તેમ તું પણ આ ઉદ્યાનમાં આનંદપૂર્વક ક્રીડા કરીશ. કદી કઈ કષ્ટ પડે તે તું મારૂં મરણ કરજે એમ કહી દેવ સ્વસ્થાનકે ગયો. ત્યારબાદ સંપૂર્ણ કળાએ ખીલેલાં ચંદ્ર જેવા મુખવાળી વિદ્યુતપ્રભાએ ઉદ્યાનના ફળફૂલોથી ભૂખ સમાવી હવે તે વિચાર કરવા લાગી કે અહો ? મામૂલી ઉપકાર પણ મહામૂલે થાય છે. આવો અદ્દભુત આનંદકારી થાય છે. તો જે પૂર્ણ રીતે ઉપકાર કરે છે તેઓ શું પ્રાપ્ત નહિ કરતા હોય? આમ વિચારી વધુ-વત્ વદનવાળી વિદ્યુતપ્રભા દિવ્ય ઉપવન સહિત ગાયને