________________
૧૧
શેષનાગે સ્વશિરે ધારણ કરેલ છે તે બધું ફક્ત પાપકારને માટે જ છે.
કહ્યું છે કેઃ—માણસ નિઃસ્વાર્થ બુદ્ધિથી સામાને આશ્રય આપે. વિપત્તિવ્યાપ્તનો મદદગાર થાય, શરણે આવેલાનુ રક્ષણ કરે એવા પુરુષાથીજ આ પૃથ્વી શાલે છે. હે મહાભાગ્યશાલી, પરોપકારના આવા ફળ જાણી ભયભીત થએલા મને તારા ખેાળામાં મૂકી વસ્ર ઢાંકી મારૂં રક્ષણ કર. વિસ્મય. વ્યાપ્ત વિદ્યુતપ્રભા વ્યાકુળ થઈ વિચારવા લાગી. મેં પૂર્વ કાંઇ પણ કર્યું નથી તેથી આ ભવમાં દુઃખી છું. અહીં જો પુણ્ય નહીં કરૂં તે આગળ આથી પણ કઢંગા હાલ થશે, એમ ચિંતવી તે વિપ્રકન્યા પોતાના મનને મક્કમ કરી સર્પને પેાતાના ખેાળામાં સંતાડી વસ્ત્ર ઢાંકે છે, તેટલામાં ગારૂડી લેાકેા ત્યાં આવી તેને પૂછવા લાગ્યા કે હે ખાળા, તેં આ માગેથી જતા કાઈ સપ જોયા છે? ત્યારે તેણે જવામ આપ્યા; હે ગારૂડી લેાકેા ? હુ અહીં વસ્ત્ર એઢી સુતી છું.
મને કાંઇ ખખર નથી. કન્યાના આવા વચન સાંભળી પરસ્પર. એક ખીજાને કહેવા લાગ્યા અરે ! કાળા નાગને આ કન્યાએ. જોયા હાય તા શું તમે એને અહીં આ પ્રમાણે ભાળત? અરે, એતા કયારની નાસી ગઈ હાત, આમ ખેલતા ગાડી લાકે ચારે બાજુ નિરીક્ષણ કરતાં ચાલ્યા ગયા, પછી કન્યાએ સર્પને કહ્યું કે હે ભદ્રે, હવે તું બહાર નીકળ, તારા શત્રુ તા જતા રહ્યા છે. આ પ્રમાણે વારવાર વઢતી વિપ્ર કન્યાએ સર્પને ન જોયા ત્યારે વિસ્મયથી વિચારવા લાગી. અહા ! તે. સર્પ કયાં ગયા? શું મે ઇન્દ્રજાળ જોઇ કે સ્વપ્ન જોયુ ?'