________________
વળી જાજ્વલ્યમાન ભાસ્કરે પચરંગી પટોળાં પહેરી પનિહા-- રીઓને પનઘટના પગથાર પરથી પિતાના બે પાણિ (હસ્તે), વડે પાણી ખેંચતી પિતાને બે હાથની સાનથી બોલાવતી જોઈ, ત્યારે સૂર્ય અરુણને કૂચ કરવાનો આદેશ કર્યો, અને વિદ્યુતપ્રભા ગાયે ચરાવવા વનમાં આવી. એક ઘટાઘન વૃક્ષની નીચે સુખપૂર્વક સૂતી, અને ગાયે પણ ચરવા લાગી, તેટલામાં મેટી કાયાવાળે શ્યામ કાન્તિવાળે અને ભયથી ત્રાસ પામેલે લાલ નેત્રવાળે સર્વે હળવે હળવે તેની પાસે આવ્યું, અને મનુષ્ય વાણીમાં બેલવા લાગ્યું કે હે બાલા, મુજથી ભય પામ્યા વગર તું મારું એક વચન સાંભળ, હું સુખપૂર્વક આ વનમાં લાંબા કાળથી વસુ છું. હમણાં મારાં પાપ પ્રકાશ પામ્યાં છે, તેથી કેટલાક ગારૂડી કે મને કેદ કરવાને કીમીઓ કરી રહ્યાં છે, એ વાત જાણવાથી ભયથી નાસીને હે બહેન, હું તારે શરણે આવેલું છું. પાપ કરતાં પાછું વાળી ન જોનાર ગારૂડી લેકે હમણાં અહીં આવશે અને મને કરંડિયામાં કેદ કરશે, તેથી હું દુઃખના દરિયામાં ડૂબીશ. હે કુમારી, તે પાપી પુરૂષથી મારું રક્ષણ કર. તું પરપકારનું પ્રબળ પુણ્ય પામીશ.
અશુચિથી અત્યંત અપવિત્ર નાશવંત ગુણવાળા આ હાડપિંજર જેવા દેહથી કેઈન ઉપકાર ન થાય તે તે શું કામનો ? અર્થાત્ પરોપકાર કરે એજ કાયાનું ફળ છે. અવસરે સૂર્ય, ચંદ્ર પ્રકાશ કરે છે અને વાદળ વર્ષે છે અને જળધિ મર્યાદા મૂકતા નથી. જાજવલ્યમાન અગ્નિ પણ અવસરે-ખુશનુમા થાય છે, અને આ ભૂમંડળને આજ સુધી.