________________
અતિભાર ઉપાડવાથી બળવાન બળદ પણ ખેદ પામે છે, માટે હે પિતા, આપ ઉત્તમ કુળની કેઈપણ કન્યાને કર ગ્રહણ કરે કે જેથી હું સુખી થાઉં, અને સ્વેચ્છાએ કીડા કરૂં, પિતાની પુત્રીના વચન સાંભળી હર્ષિત થએલે વિપ્ર બે કે હે પુત્રી, તે સાચું કહ્યું, અનેક ગવાક્ષોથી શોભતી આ સાત માળની હવેલી ઉત્તમ પ્રકારની સ્ત્રી વિના શૂન્ય ભાસે છે, એમ વિચારી તેણે એક સારા કુટુંબની કન્યાનું પાણિગ્રહણ કર્યું, પરંતુ તે નવવધુ સુખની ઇચ્છાવાળી અને બહુ આળસુ હોવાથી તે ઘરનું કઈ પણ કામ કરતી ન હતી, ત્યારે વિદ્યુતપ્રભા પિતાના મનમાં વિચારવા લાગી, કે. મારા પૂર્વ કર્મોને ધિક્કાર છે! નવી પરિણિત મારી માતા કે જે ઘરકામ માટે આવેલ તે પણ પગ પર પગ ચડાવી રાત દિવસ સુખ પૂર્વક બેસી રહે છે. પહેલાં ફક્ત 'પિતાનું જ કામ કરવું પડતું પણ હવે આ બીજી આફત ઊભી થઈ છે. મારા કર્મના દોષે દિવસે સુખથી ભેજન અને રાત્રીએ નિદ્રા પણ સુખપૂર્વક મળતી નથી. આવું દુઃખ મારે કયાં સુધી ભોગવવાનું લખ્યું હશે? આ પ્રમાણે દુઃખને સહેતી તેણે અગીઆર વર્ષની વયમાંથી બારમા વર્ષમાં પ્રવેશ કર્યો, દૂરના ડુંગર પરથી રશ્મિવને પિતાનું અડધું ડેકું બહાર કાઢી જોયું ત્યારે નગરના સર્વે લેકે પિતાપિતાના કામમાં મગુલ હતાં, ખેતરમાં હળ ચાલતાં હતાં, પક્ષીઓ પિતાના માળા મૂકી મંગળગીત ગાતાં ઊડી રહ્યાં હતાં, મંદિરમાં ઘંટ, શંખ અને નગારાંનાં નાદ તેનું સ્વાગત કરતાં હોય તેમ તેને લાગ્યું અને સામૈયામાં ગેવાળીઆ ગાયના ટોળેટોળાંને સામાં લઈ આવતાં હોય તેમ તેણે જોયું