________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ / સૂત્ર-૫, ૬
(૫) આયુષ્યકર્મ =
પ્રાપ્ત થયેલા દેહ સાથે નિયતકાળ સુધી સંબંધ ધારણ કરવામાં કારણભૂત કર્મ આયુષ્યકર્મ છે. (૬) નામકર્મ :
ચિત્રકારની જેમ જીવના તે તે શરીરના અવયવોની રચના આદિનું કામ નામકર્મ કરે છે. (૭) ગોત્રકર્મ :
વળી જીવને ઉચ્ચકુલ-નીચકુલ આદિની પ્રાપ્તિનું કારણ બને તેવું કર્મ ગોત્રકર્મ છે. આઠ પ્રકારના મદથી આઠ પ્રકારની હીનતાની પ્રાપ્તિવાળું કર્મ નીચગોત્રકર્મ છે. આઠ પ્રકારના મદસ્થાનોના ત્યાગથી આઠ પ્રકારની ઉચ્ચતાની પ્રાપ્તિ કરાવનાર કર્મ ઉચ્ચગોત્રકર્મ છે. અત્યંત ઉચ્ચગોત્રના ઉદયવાળા જીવો સુખપૂર્વક યોગમાર્ગ સેવીને સંસા૨નો અંત ક૨વા સમર્થ બને છે. આથી જ ઋષભદેવ પ્રભુની વંશપરંપરામાં ભરત મહારાજાની પાટે રાજા તરીકે જે જે મહાત્માઓ થયા તે તે મહાત્માઓ સુખપૂર્વક સંસારનો અંત કરી શકે તેવા ઉત્તમ પુરુષ થતા હતા.
(૮) અંતરાયકર્મ =
વળી પાંચ પ્રકારનાં અંતરાય કર્યો છે. તેથી તે તે અંતરાયકર્મ જીવને તે તે પ્રવૃત્તિમાં અંતરાય કરે છે. ૮/૫૫
ભાષ્ય ઃ
किञ्चान्यत् -
ભાષ્યાર્થ :
વળી બીજું શું છે ?–તે પ્રકૃતિબંધ આઠ ભેદવાળો છે એનાથી અન્ય પ્રકૃતિબંધમાં શું વિશેષ છે ? તે બતાવે છે
સૂત્ર
-
૧૩
-
-:
पञ्चनवद्व्यष्टाविंशतिचतुर्द्विचत्वारिंशद्विपञ्चभेदा यथाक्रमम् ।।८/६।।
સૂત્રાર્થ
પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેતાલીસ, બે અને પાંચ ભેદો યથાક્રમ છે=આઠ મૂળપ્રકૃતિના યથાક્રમ ઉત્તર ભેદો છે. ૮/૬।।
ભાષ્યઃ
स एष प्रकृतिबन्धोऽष्टविधोऽपि पुनरेकशः पञ्चभेदः नवभेदः द्विभेदः अष्टाविंशतिभेदः चतुर्भेदः द्विचत्वारिंशद्भेदः द्विभेदः पञ्चभेद इति यथाक्रमं प्रत्येतव्यम् । इत उत्तरं यद् वक्ष्यामः ।।८/६।।