________________
૧૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્રભાષ્યાર્થ :
સ... યક્ષસ્થાને છે તે આ આઠ પ્રકારનો પણ પ્રતિબંધ ફરી એક એક પાંચ ભેદ, નવ ભેદ, બે ભેદ, અઠ્ઠાવીસ ભેદ, ચાર ભેદ, બેતાલીસ ભેદ, બે ભેદ અને પાંચ ભેદ એ પ્રમાણે યથાક્રમ જાણવો, આના પછી ઉત્તરમાં જેને અમે કહીશું. N૮/૬
ભાવાર્થ :
આઠ કર્મોની ઉત્તરપ્રવૃતિઓની સંખ્યા :
કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ છે, તે આઠમાંથી દરેકની અવાંતર પ્રકૃતિઓ અસંખ્યાત છે, તોપણ સંક્ષેપથી તેના વિભાગો પ્રસ્તુત સૂત્રમાં આપેલ છે.
દા. ત. જ્ઞાનના પાંચ ભેદો કહેવામાં આવ્યા છે. વસ્તુતઃ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારીએ તો મતિજ્ઞાન, અવધિ અને કેવલજ્ઞાન એ ત્રણ જ જ્ઞાનો છે, તેના અવાંતર ભેદો અનેક છે; તોપણ વ્યવહારમાં ઉપયોગી હોવાથી શાસ્ત્રમાં મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનને પૃથગુ ગ્રહણ કરેલ છે અને અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનને અલગ ગ્રહણ કરેલ છે.
વળી પદાર્થનો બોધ દ્રવ્ય અને પર્યાય બે રૂપે થાય છે, તેમાંથી દ્રવ્યનો બોધ સામાન્યાત્મક હોય છે જેને આવરનારું કર્મ દર્શનાવરણ છે; જ્યારે પર્યાયનો બોધ વિશેષાત્મક છે, જેને આવરનારું કર્મ જ્ઞાનાવરણ છે. જ્ઞાનાવરણીય કર્મના સ્થૂલથી પાંચ ભેદો છે અને દર્શનાવરણીયકર્મના શૂલથી નવ ભેદો છે.
વેદનીયકર્મ પણ અનેક પ્રકારનું છે. આથી જ જીવને અનેક પ્રકારનાં વેદનો અનુભવો, સ્વસંવેદિત છે તોપણ પૂલથી તેના બે ભેદો છે.
જીવમાં મોહના વિકારો જેટલા પ્રકારે થાય છે તે સર્વ વિકારોને અનુરૂપ મોહનયની પ્રકૃતિઓ સંખ્યાતીત છે, તોપણ સ્થૂલથી મોહનીયનો બોધ કરાવવા અર્થે તે સર્વનો વિભાગ ૨૮ પ્રકૃતિમાં કરેલ છે.
આયુષ્યકર્મના ચાર ભેદો છે.
નામકર્મ અનેક ભેદવાળું છે, તોપણ સ્થૂલથી ભાષ્યકારશ્રીએ ૪૨ ભેદોને ગ્રહણ કરેલ છે. આથી જ ૧૪ પિંડ પ્રકૃતિઓના અવાંતર ભેદોને ગ્રહણ કર્યા વગર ૪૨ ભેદો કહેલ છે. વસ્તુતઃ ચાર ગતિમાંથી દરેક ગતિના પણ અવાંતર ભેદો અનેક પડે છે. દરેકની શરીરરચનાનો જે કાંઈ ભેદ છે તે તેના ગતિનામકર્મના ભેદકૃત જ છે. ફક્ત મનુષ્યરૂપે સમાનતાને આશ્રયીને મનુષ્ય આદિ ૪ ગતિઓના ભેદોને સ્થૂલથી ગ્રહણ કરવામાં આવે છે.
ગોત્રકર્મના પણ અવાંતર ભેદો અનેક હોવા છતાં સ્થૂલથી તેના બે ભેદો ગ્રહણ કરાય છે. વળી અંતરાયકર્મના પણ અવાંતર ભેદો અનેક હોવા છતાં સ્થૂલથી તેના પાંચ ભેદો ગ્રહણ કરાય છે. આ સર્વના ઉત્તર ભેદોને જ ગ્રંથકારશ્રી આગળમાં કહે છે. II૮/કા