________________
તત્ત્વાર્થાવગમસુત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સુત્ર-૧૮, ૧૯, ૨૦
પ૧
ભાષ્યાર્થ :
આયુષ્યપ્રવૃત્તેિ .... સ્થિતિઃ | આયુષ્યપ્રકૃતિની ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. II૮/૧૮ ભાવાર્થ :
જીવ અશુભ આયુ બાંધતો હોય ત્યારે જો ઉત્કૃષ્ટ સંક્લેશ વર્તતો હોય ત્યારે સાતમી નરકનું ૩૩ સાગરોપમનું નરકાયુષ્ય બાંધે છે અને જીવમાં પ્રવર્તમાન સંક્લેશ અત્યંત ક્ષીણ અવસ્થામાં હોય ત્યારે અનુત્તરવિમાન અંતર્ગત સર્વાર્થસિદ્ધ અનુત્તરવિમાનનું ૩૩ સાગરોપમનું દેવઆયુષ્ય બાંધે છે. તેથી ઉત્કૃષ્ટ સંક્લેશ અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ ઉત્કૃષ્ટ આયુષ્ય પ્રત્યે કારણ છે. I૮/૧૮ સૂત્ર :
अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य ।।८/१९।। સૂત્રાર્થ :
વેદનીયકર્મની બાર મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. I૮/૧૯ll. ભાષ્ય :
वेदनीयप्रकृतेरपरा द्वादशमुहूर्ता स्थितिरिति ।।८/१९।। ભાષ્યાર્થ :વેરની પ્રવૃત્તેિ .. સ્થિતિરિતિ | વેદનીય પ્રકૃતિની અપર=જઘન્ય, સ્થિતિ બાર મુહૂર્તની છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ll૮/૧૯ ભાવાર્થ -
ઉપશમશ્રેણિમાં ચડેલા જીવને વીતરાગદશાની પ્રાપ્તિ પૂર્વે પણ અત્યંત સંક્લેશ નષ્ટપ્રાયઃ થયો હોય છે. તે વખતે ઉત્કૃષ્ટ રસબંધયુક્ત શતાવેદનીયકર્મ બંધાય છે, જેની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની હોય છે. જેમ જેમ તેની સ્થિતિ અધિક તેમ તેમ શાતા વેદનીયના રસના માત્રાની અલ્પતા થાય છે. I૮/૧ સૂત્ર -
નામ ત્રયોરણો I૮/૨૦ના સૂત્રાર્થ :
નામગોત્રની આઠ મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. II૮/૨૦ll
ભાષ્ય :
नामगोत्रप्रकृत्योरष्टौ मुहूर्ता अपरा स्थितिर्भवति ।।८/२०।।