________________
ઉ૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૨૬ અનુકૂળરૂપે વેદના થાય છે, માટે પુણ્યકર્મ છે. વળી, જીવો પ્રત્યેની દયાદિને કારણે અને વતી પ્રત્યેની દયાદિને કારણે તેવી પુણ્યપ્રકૃતિ બંધાય છે.
વળી જે જીવો સમ્યક્ત પામ્યા હોય તેઓ પણ કેવલી, શ્રુત આદિના વર્ણવાદ આદિ કરે ત્યારે તેઓનો ગુણપક્ષપાતનો ઉપયોગ તીવ્ર હોવાથી સમ્યક્વમોહનીયકર્મ વિશેષથી પ્રાપ્ત થાય છે. સમ્યક્વમોહનીયકર્મનો બંધ થતો નથી, તેથી તેના હેતુઓનું સેવન કરવાથી સત્તામાં રહેલા મિથ્યાત્વમોહનીયકર્મના દળિયા સમ્યક્વમોહનીયકર્મરૂપે સંક્રમણ=પરિણમન, પામે છે. સમ્યક્તવેદનીયકર્મના ઉદયને કારણે જીવને તત્ત્વ યથાવતું ભાસે છે, જેથી સુખનું વદન થાય છે, માટે સમ્યક્તવેદનીય પુણ્યપ્રકૃતિ છે.
હાસ્યમોહનીય, રતિમોહનીય અને પુરુષવેદ ત્રણે નોકષાય હોવા છતાં જીવને અનુકૂળરૂપે વેદના થાય છે. તેથી અહીં તેમને પુણ્યપ્રકૃતિરૂપે બતાવ્યાં છે, જ્યારે કર્મગ્રંથમાં મોહની પ્રકૃતિ મોહનીયરૂપે આત્માની વિકૃતિ કરનાર હોવાથી તેને પાપપ્રકૃતિરૂપે કહેલ છે. તેથી પદાર્થને જોનારી નદૃષ્ટિ અનુસાર કર્મગ્રંથની દષ્ટિ અને તત્ત્વાર્થકારની દૃષ્ટિ ભિન્ન હોવાથી કોઈ વિરોધ નથી.
વળી જીવને મનુષ્યભવ અને દેવભવને અનુકૂળ શુભાયુષ્ય ઉદયમાં વર્તતું હોય તે સુખરૂપે વેદના થાય છે, માટે પુણ્ય પ્રકૃતિ છે. જીવ માટે આયુષ્ય બેડરૂપ છે એ વિવક્ષા કરીએ તો તેને પુણ્ય કહી શકાય નહીં, છતાં અનુકૂળ વેદનની અપેક્ષાએ તેને પુણ્ય કહેવામાં વિરોધ નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓને ખરાબ મનુષ્પાયુષ્ય મળ્યું છે અને ફિલ્મીષિક આદિ ખરાબ દેવભવ મળ્યો છે, એ પુણ્યપ્રકૃતિ નથી, પરંતુ પ્રતિકૂળરૂપે વેદનીય હોવાથી પાપપ્રકૃતિરૂપ છે. તિર્યંચ-નરકાયુષ્ય પણ જીવને પ્રતિકૂળરૂપે વેદનીય હોવાથી પાપપ્રકૃતિરૂપ છે.
વળી ગતિનામકર્મ આદિમાં જે શુભ નામકર્મો છે અને ઉચ્ચગોત્રકમ છે તે જીવને અનુકૂળરૂપે વેદના થાય છે, માટે પુણ્યપ્રકૃતિ છે.
આ સૂત્રમાં બતાવેલ આઠ પ્રકૃતિઓ છોડીને સર્વ કર્મપ્રકૃતિઓ પાપપ્રકૃતિરૂપ છે; કેમ કે જીવને પ્રતિકૂળરૂપે વેદનીય છે. II૮/૨ાા
આઠમો અધ્યાય સમાપ્ત