________________
૧૩૦
સૂત્ર ઃ
સૂત્રાર્થ
જિનમાં અગિયાર પરિષહ હોય છે. II૯/૧૧||
--
ભાષ્યઃ
एकादश परीषहाः सम्भवन्ति जिने वेदनीयाश्रयाः, तद्यथा - क्षुत्पिपासाशीतोष्णदंशमशकचर्याशय्यावधरोगतृणस्पर्शमलपरीषहाः । । ९ / ११ । ।
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ | સૂત્ર-૧૧, ૧૨
ભાષ્યાર્થ :
एकादश પરીષા ।। જિનમાં વેદનીયતા આશ્રયવાળા અગિયાર પરિષહ હોય છે, તે આ પ્રમાણે – ક્ષુધાપરિષહ, પિપાસાપરિષહ, શીતપરિષહ, ઉષ્ણપરિષહ, દંશમશકપરિષહ, ચર્યાપરિષહ, શય્યાપરિષહ, વધપરિષહ, રોગપરિષહ, તૃણસ્પર્શપરિષહ, મલપરિષહ. II૯/૧૧/
ભાવાર્થ:
સૂત્રાર્થ
જાવશ નિને ।।૧/।।
.....
સૂક્ષ્મસંપ૨ાય અને છદ્મસ્થવીતરાગને જે ચૌદ પરિષહો હતા તેમાંથી પ્રજ્ઞાપરિષહ, અજ્ઞાનપરિષહ અને અલાભપરિષહ કેવલીને પ્રાપ્ત થતા નથી; કેમ કે કેવળજ્ઞાન થયા પછી પોતાના જ્ઞાન નિમિત્તે કે અજ્ઞાન નિમિત્તે મદ થવાની સંભાવના નથી. જોકે સૂક્ષ્મસં૫રાય અને છદ્મસ્થવીતરાગને પણ પ્રજ્ઞામદ અને અજ્ઞાનકૃત ખેદ થવાની સંભાવના નથી તોપણ જ્ઞાનાવરણીયકર્મનો ઉદય અને જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ વિદ્યમાન છે, તેથી પરિષહનું કારણ વિદ્યમાન હોવાથી સૂક્ષ્મસં૫રાય અને છક્ષ્મસ્થવીતરાગને પ્રજ્ઞાપરિષહ તથા અજ્ઞાનપરિષહની પ્રાપ્તિ છે. કેવલીને જ્ઞાનાવરણીયકર્મનો અભાવ છે, માટે પ્રજ્ઞાપરિષહ અને અજ્ઞાનપરિષહ નથી.
:
વળી સૂક્ષ્મસંપ૨ાય અને છદ્મસ્થવીતરાગને અંતરાયકર્મ વિદ્યમાન છે, તેથી અલાભપરિષહ છે. કેવલીને અલાભપરિષહ નથી, તેથી વેદનીયકર્મના ઉદયથી સંભવિત અગિયાર પરિષહો જિનને છે. II૯/૧૧/ સૂત્રઃ
વારસમ્પરાયે સર્વે ।।૧/૨।।
બાદરસંપરાયગુણસ્થાનકમાં=નવમા ગુણસ્થાનક સુઘી, સર્વ પરિષહો છે. II૯/૧૨/
बादरसम्परायसंयते सर्वे द्वाविंशतिरपि परीषहाः सम्भवन्ति ।।९/१२ ।।
ભાષ્યઃ