________________
૦૨૩
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૧ સંગથી વિનિમુક્ત એવા જીવની ઊર્ધ્વગૌરવથી ઊર્ધ્વ જ સિધ્ધમાન જીવની ગતિ થાય છે. વળી સંસારી જીવોની કર્મના સંગથી અધો, તિર્યમ્ અને ઊર્ધ્વગતિ છે. | ભાવાર્થ
અસંગને કારણે=કર્માદિ સર્વ પદાર્થોના સંગના અભાવને કારણે, મુક્તાત્માની ઊર્ધ્વગતિ થાય છે. કેમ મુક્તાત્માની અસંગને કારણે ઊર્ધ્વગતિ થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે –
પુદ્ગલોનો અને જીવોનો ગતિસ્વભાવ શાસ્ત્રમાં કહેવાયો છે, અન્ય દ્રવ્યનો ગતિસ્વભાવ કહેવાયો નથી. વળી ગતિસ્વભાવવાળા એવા જીવમાં અને પુદ્ગલમાં પુદ્ગલનો અધો ગૌરવધર્મ છે અર્થાત્ નીચે જાય તેવા પ્રકારનો જ મુખ્ય ધર્મ છે, જ્યારે જીવનો ઊર્ધ્વ ગૌરવધર્મ છે=ઉપર જ જાય એવો મુખ્ય ધર્મ છે. આ પ્રકારનો જીવ અને પુદ્ગલનો સ્વભાવ છે. આ બે સ્વભાવથી અન્ય જે ગતિઓ થાય છે તે સંગાદિ જનિત છે અર્થાત્ આત્માની કર્મના સંગને કારણે અન્ય પ્રકારની ગતિ થાય છે અને પુદ્ગલોમાં પણ સંગાદિના કારણે અન્ય પ્રકારની ગતિ થાય છે.
પૂર્વમાં કહ્યું કે પુદ્ગલોનો અધો જવાનો સ્વભાવ છે અને જીવોનો ઊર્ધ્વ જવાનો સ્વભાવ છે, તેથી પુદ્ગલો હંમેશાં અધો જવા જોઈએ અને જીવ હંમેશાં ઊર્ધ્વ જવો જોઈએ, છતાં આ બેથી અન્ય જે ગતિઓ છે તે સંગાદિથી જનિત છે અર્થાત્ સંગથી જનિત છે, પ્રયોગથી જનિત છે, જાતિથી જનિત છે.
આ સર્વ કથનને ભાષ્યકારશ્રી “રા'થી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે ગતિનાં કારણ પ્રયોગાદિ અવિદ્યમાન પણ હોય કે વિદ્યમાન પણ હોય, તોપણ જાતિના નિયમથી લોષ્ટની અધોગતિ થાય છે, વાયુની તિચ્છ ગતિ થાય છે અને અગ્નિની ઊર્ધ્વગતિ થાય છે. અર્થાત્ જીવના કોઈ પ્રયત્ન વગર પણ લોખું નીચે જ ગમન કરે છે. જાતિથી નીચે ગમન કરવાના સ્વભાવવાળા લોણુને પણ નીચે જવા માટે કોઈ વ્યક્તિ પ્રયોગ કરે કે નીચે જવાનો પ્રયોગ ન કરે તોપણ તે નીચે જાય છે. વળી વાયુમાં જાતિથી તિર્કીંગમનનો સ્વભાવ છે, તેથી તેને તિર્કીંગમનમાં કોઈ પ્રેરણા ન કરે કે તેના તિર્કીંગમનને અનુકૂળ કોઈ પ્રયોગ ન કરે તો પણ તે તિર્થો જાય છે. વાયુને તિચ્છ જવામાં કોઈ પ્રેરણા કરે તો તેના તિથ્વગમનની પ્રવૃત્તિ અધિક તીવ્ર થાય છે. તેથી વાયુ જાતિના નિયમથી વાયુની ગતિ તિર્જી હોય છે. વળી, જાતિના નિયમથી અગ્નિની ગતિ ઊર્ધ્વ હોય છે. તેથી કોઈની પ્રેરણા વગર પણ તે ઊર્ધ્વ જાય છે અને ઊર્ધ્વ જતા એવા અગ્નિને ઊર્ધ્વ જવાનું કારણ બને તે પ્રકારનો પ્રયોગ કરવામાં આવે તો તેના ઊર્ધ્વગમનની પ્રવૃત્તિ અતિશયિત થાય છે.
જેમ જાતિના નિયમથી લોખું આદિની અધો, તિર્થો કે ઊર્ધ્વગતિ થાય છે તેમ સંગથી મુક્ત એવા જીવની ઊર્ધ્વગૌરવધર્મા હોવાને કારણે અર્થાતું ઊર્ધ્વમાં જ જવાનો સ્વભાવ હોવાને કારણે સિધ્યમાન જીવોની ગતિ ઊર્ધ્વ જ થાય છે. સંસારી જીવોને કર્મના સંબધને કારણે જ્યારે કર્મનો પ્રચુર સંચય થાય છે ત્યારે નરકગમન થાય છે. કર્મની કાંઈક હળવાશ થાય છે ત્યારે ઊર્ધ્વગમન થાય છે. વળી, અમુક પ્રકારના કર્મોનો વિપાક આવે છે ત્યારે તિર્ધોગતિ પણ થાય છે. II.