Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 297
________________ ૨૦૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭ यस्तत्त्वाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । સોડવ્યાવાળું સોનું, પ્રાપ્યત્યધિરેળ પરમાર્થમ્ ।।૬।। આર્વા ।।૨૦/૭।। इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसंग्रहे दशमोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થ ઃ ***** वाचकमुख्यस्य , પરમાર્થમ્ ।। ગુરુક્રમથી આવેલ અરિહંતના વચનને સમ્યગ્ અવધારણ કરીને, દુ:ખથી આર્ત=પીડિત, દુરાગમથી વિહત મતિવાળા લોકને=કુત્સિત આગમથી હણાયેલ મતિવાળા લોકને, અવલોકન કરીને નાગર વાચક ઉમાસ્વાતિ વડે તત્ત્વાર્થાધિગમ નામનું આ શાસ્ત્ર સત્ત્વઅનુકંપાથી=જીવોની અનુકંપાથી, અત્યંત સ્પષ્ટ રચાયું છે. જે તત્ત્વાધિગમ નામના શાસ્ત્રને જાણશે અને ત્યાં કહેવાયેલું કરશે તે પરમાર્થ એવા અવ્યાબાધ સુખને અચિરથી=શીઘ્ર, પ્રાપ્ત કરશે. તે ઉમાસ્વાતિજી વાચકના પ્રવ્રાજક ગુરુ કોણ છે ? તે બતાવવા અર્થે કહે છે પ્રકાશયશવાળા=પ્રગટ યશવાળા, વાચકમુખ્ય=પૂર્વધરોમાં અગ્રણી, એવા શિવશ્રીના પ્રશિષ્ય એવા ઉમાસ્વાતિ વડે, અગિયાર અંગના જાણનારા એવા ઘોષનંદિ ક્ષમાશ્રમણના શિષ્ય એવા ઉમાસ્વાતિ વડે આ ગ્રંથ રચાયો છે, એમ અન્વય છે. હવે ઉમાસ્વાતિ મહારાજના વાચનાચાર્યનો સંબંધ બતાવે છે અને વાચનાથી મહાવાચક શ્રમણમંડપાદના શિષ્ય એવા પ્રથિત કીર્તિવાળા=વિસ્તૃત કીર્તિવાળા, વાચકાચાર્ય મૂલ નામવાળાના શિષ્ય ઉમાસ્વાતિ વડે આ ગ્રંથ રચાયો છે, એમ અન્વય છે. હવે પોતાનાં સંસારી કુટુંબીજનોને અને જન્મભૂમિને બતાવે છે – ન્યગ્રોધિકા ગામમાં ઉત્પન્ન થયેલા, કુસુમ નામના નગરમાં વિચરતા, કૌભીષણિ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતાના પુત્ર, વાત્સીસુત=વાત્સી ગોત્રવાળી ઉમા નામની માતાના પુત્ર, એવા ઉમાસ્વાતિ વડે અર્ધ્વ=પૂજનીય, એવું તત્ત્વાર્થસૂત્ર રચાયું છે, એમ અન્વય છે. ।।૧-૬ ૧૦/૭|| આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ નામના અરિહંતના પ્રવચનસંગ્રહમાં દશમો અધ્યાય સમાપ્ત થયો ।। * તત્ત્વાર્થસૂત્ર સમાપ્ત ***

Loading...

Page Navigation
1 ... 295 296 297 298