________________
તત્વાર્થાપિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૧૦ | સૂત્ર-૭
૨૭૯ ફળરૂપે સૌધર્માદિથી માંડીને સર્વાર્થસિદ્ધ સુધીના કોઈક દેવલોકમાં દેવપણારૂપે ઉત્પન્ન થાય છે. જો કે છેલ્લા સંઘયણવાળા જીવો ચાર દેવલોકથી આગળ જતા નથી તોપણ પાંચમા આરામાં તે જ ભવમાં મોક્ષમાં નહીં જનારા એવા બીજા-ત્રીજા આદિ સંઘયણવાળા જીવો સર્વાર્થસિદ્ધ સુધીના વિમાનમાં જનારા હોય છે. તેથી વર્તમાનકાળમાં જે જીવોને જે પ્રકારની શક્તિ મળી છે તે શક્તિ અનુસાર અપ્રમાદથી મોહના ઉન્મેલન માટે યત્ન કરે અને અંતરંગ રીતે) મોહનું ઉન્મેલન થાય તે પ્રકારે શક્તિ અનુસાર બાહ્ય ઉચિત અનુષ્ઠાનો સેવે તો ઉચિત એવા બાહ્ય અનુષ્ઠાનના બળથી સ્વશક્તિ અનુસાર મોહની શક્તિને ક્ષીણ કરીને બંધાયેલા પુણ્યના બળથી દેવગતિમાં જાય છે. મનુષ્યભવમાં રત્નત્રયીને અનુકૂળ સુકૃતમાં જે ઉદ્યમો કર્યા છે તેના ફળને દેવલોકમાં અનુભવે છે. તેથી દેવલોકમાં પણ તેઓને ચિત્તના સ્વાથ્યરૂપ ઉત્તમ સુખનો અનુભવ થાય છે. ત્યાંથી ચ્યવીને તે મહાત્માઓ સારા દેશમાં, સારી મતિથી યુક્ત, સારા કુળમાં, શીલથી અને વિદ્યાથી સંપન્ન, વિનયપ્રકૃતિવાળા, વૈભવથી યુક્ત શબ્દ આદિ સુંદર વિષયોવાળા, વિસ્તારવાળા ભોગોથી યુક્ત મનુષ્યભવને પામે છે. વળી તે મનુષ્યભવમાં પૂર્વમાં કરાયેલ રત્નત્રયીનો અભ્યાસ ફરી આરંભ કરીને સમ્યગ્દર્શન આદિરૂપ વિશુદ્ધ બોધિને પ્રાપ્ત કરે છે. આ રીતે સુખની પરંપરાથી યુક્ત કુશલઅભ્યાસના પ્રવાહના ક્રમથી ત્રણ ભવની અંદર સિદ્ધ થાય છે. અર્થાત્ જે જીવો વર્તમાનભવમાં પ્રમાદનો પરિત્યાગ કરીને જિનવચનનું દઢ અવલંબન લઈને મોહના ત્યાગ માટે સતત યત્ન કરે છે, તેઓને મોહનો નાશ કરવાનો કુશલ અભ્યાસ સતત વધે છે. તેથી દેવભવમાં જઈને પણ મોહના નાશનો અભ્યાસ સ્વભૂમિકા અનુસાર તે મહાત્મા કરે છે અને તેના બળથી મનુષ્યભવને પામ્યા પછી મનુષ્યભવમાં પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ સામગ્રીના બળથી વિશેષ પ્રકારનો મોહના ઉન્મેલનનો કુશલ અભ્યાસ સતત કરે છે. તેથી અલ્પકાળમાં જ મોક્ષની પ્રાપ્તિ કરે છે. II ભાષ્યકારની પ્રશસ્તિ - वाचकमुख्यस्य शिवश्रियः, प्रकाशयशसः प्रशिष्येण । शिष्येण घोषनन्दिक्षमाश्रमणस्यैकादशाङ्गविदः ।।१।। गीतिः ।। वाचनया च महावाचकश्रमणमुण्डपादशिष्यस्य । શિષ્ય વાવાવાર્થભૂતનાનઃ પ્રતિવર્તે न्यग्रोधिकाप्रसूतेन, विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वातितनयेन वात्सीसुतेनार्घ्यम् ।।३।। आर्या ।। अर्हद्वचनं सम्यग् गुरुक्रमेणागतं समवधार्य । दुःखार्तं च दुरागमविहतमतिलोकमवलोक्य ।।४।। आर्या ।। इदमुच्चै गरवाचकेन, सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं, स्पष्टमुमास्वातिना शास्त्रम् ।।५।। आर्या ।।